India

વિના હાથ પગએ આ વિકલાંગ વ્યક્તિએ રસ્તા પર ચલાવી બાઈક જેને જોઇને આનંદ મહિન્દ્રા પણ ખુશ થયા. આનંદ મહેન્દ્રાએ ઓફર આપી કે…

Spread the love

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે સોશિયલ મીડિયાએ એક એવું માધ્યમ બની ગયું છે જેમાં રોજબરોજ ના ઘણા બધા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે આપણને મનોરંજન પૂરું પાડે છે અને અમુક એવા પણ વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઇને લોકોએ આશ્ચર્ય પામતા હોય છે. એવામાં આજે અમે એક એવા વિડીયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આપણે જાણીએ જ છીએ કે વિકલાંગ લોકોને સૌ કોઈ નબળા સમજતા હોય છે પરંતુ એવું હોતું નથી વિકલાંગ લોકો પણ પોતાની બુદ્ધિ ચાતુર્ય કે કળા દ્વારા પોતાની આવડત દેખાડતા હોય છે અને પોતે કઈક કરવાના ધગશ રાખતા હોય છે. એવું જ કઈક આ વિડીયોમાં આ શખ્સએ કર્યું. આ વ્યક્તિએ તેની વિકલાંગતાને પોતાની નબળાય નહી પણ પોતાની શક્તિ બનાવી લીધી.આ વિડીયો વિશે વાત કરવામાં આવે તો આ વિડીયોએ દિલ્હીના એક એવા વ્યક્તિનો છે જે હાથ-પગથી વિકલાંગ છે પરંતુ તે વાહન ચલાવતો જોવા મળે છે. તમને ખબર જ હશે કે અમુક લોકોને હાથ-પગ હોવા છતાં પણ વાહન ચલાવતા નથી આવડતું હોતું પણ આ વ્યક્તિએ આ પણ કરી બતાવ્યું.

આ વિડીયોએ હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયલ થઈ રહ્યો છે એટલું જ નહી આ વિડીયો જોઇને લોકો પોતાની ઘણી બધી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ વિકલાંગ વ્યક્તિએ રાહદારીઓના તમામ સવાલોનો જવાબ આપી રહ્યા હતો. આ વાહન વિશે વ્યક્તિ જણાવતા તે વ્યક્તિ કહે છે કે ‘આ વાહનમાં સ્કુટીનું એન્જીન છે.’ આં વિડીયો માં વ્યક્તિએ વાહન વિશે સપૂર્ણ માહિતી આપી હતી જેમાં આ વાહનને વગર હાથ કે પગ અડાડયા વગર કેવી રીતે ચલાવી શકે તે જણાવે છે.

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાને આ વિડીયો એટલો પસંદ આવ્યો કે તેણે આ વિડીયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરીને ટ્વીટ કરી હતી. આ ટ્વીટમાં આનંદ મહિન્દ્રા જણાવે છે કે ‘મને આજે આ વિડીયો મળ્યો અને મને નથી ખબર કે આ વિડીયોએ કેટલો જુનો છે પરંતુ હું આ સજ્જનને જોઇને ખુબ ચકિત થયો છુ કારણ કે આ વ્યક્તિએ ફક્ત પોતાની વિકલાંગતા જ નહી પણ પોતાની પાસે જે છે એનો ઉપયોગ કરીને પોતાની કળા બતાવી છે. શું હું તેને Mahindralog_Mll નો બિઝનેસ એસોસિએટ બનાવી શકું?’

મિત્રો વાયરલ થઈ રહેલા વિડીયોમાં તે વ્યક્તિ જણાવે છે કે ‘મારે એક પત્ની છે, બે નાના બાળકો અને એક બુઝુર્ગ પિતા છે એટલા માટે ઘરમાં કોઈ કમાવા વાળું ન હોવાથી એટલે હું છેલ્લા ૫ વર્ષથી આ વાહન દ્વારા કમાવા જાવ છુ.’ આવું સાંભળીને લોકો આ વ્યક્તિના વખાણ કતા નથી થાકી રહ્યા. આ વ્યક્તિમાંથી આપણે પણ પ્રેરણા લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *