Helth

શિયાળાની ઋતુમાં લાડવા ખાવાથી થાય છે આ ફાયદા જેના વિશે તમે નહિ જાણતા હોવ, જાણો તેના દરેક ફાયદા

Spread the love

મિત્રો વર્તમાન સમયમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે એવામાં આપણે આ ઋતુમાં આપણા સ્વાસ્થનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. તમે જાણતા જ હશો કે શિયાળામાં શરદી,ઉધરસ,તાવ જેવી અનેક બીમારીઓ થતી હોય છે. એવામાં આપણે આપણા ખોરાકને લઈને કાળજી લેવી જોઈએ જેથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઈ શકે.

એવામાં આજના આ લેખ દ્વારા તમને એક એવા ખોરાક વિશે માહિતી આપવા જઈએ છીએ જેના દ્વારા તમે શિયાળની ઋતુમાં પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકો છો. મિત્રો તમે સૌ કોઈ લાડવા વિશે જાણતા જ હશો. લાડવાએ આપણા શરીર માટે ખુબ ઉપયોગી અને શક્તિનો એક મહત્વનો સ્ત્રોત માનવામ આવે છે. નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધીના તમામ વયની વ્યક્તિઓને લાડવાનો સ્વાદ પસંદ હોય છે.

આ લાડવામાં ઘણા પોષણશમ આહર માનવામાં આવે છે કારણ કે આમાં ઘી,કાજુ-કિશમિશ જેવી ફાયબર અને વિટામીન થી ભરેલ વસ્તુ નાખવામાં આવતી હોવાથી લાડુએ વધુ સ્વાદિષ્ટ અને પોષણશમ બને છે. આ લાડુ કેવી રીતે તૈયાર કરવા તેના વિશે અમે આજે તમને સંપૂર્ણ માહિતગાર કરવા જઈ રહ્યા છીએ.

આ લાડુ બનવા માટે સૌ પ્રથમ મેંદો અને રવાને ચારણી દ્વારા ચાળી લેવો અને તેને એક મોટા વાસણમાં ભરી લેવું ત્યારબાદ તેમાં એક મોટી ચમચી ઘી અને થોડું પાણી નાખીને આ મિશ્રણને સારી રીતે ૧૦ મિનીટ ગુથી લેવું અને તેના નાના બોલ બનાવીને તેને તેલમાં તળી લેવા. આ પૂરી જ્યાં સુધી બ્રાઉન રંગની ના થાય ત્યાં સુધી તેને તળવી અને પછી તેને કાઢીને ઠંડી થવા માટે મુકવી. આ કરવામાં આવેલ બોલને મિક્સરમાં સપૂર્ણ રીતે પીસી લેવું અને આ પીસેલ મિશ્રણમાં ખાંડનું બુરું, ઇલાચી પાવડર અને નાના કાપેલ કાજુ-બદામ નાખીને થોડું ઘી ઉમેરી મિશ્રણ તૈયાર કરો. ત્યારબાદ આ મિશ્રણ તૈયાર થયેલના નાના નાના લાડુ બનાવી લો. આ લાડુએ તમે ૧૫ દિવસ સુધી ખાય શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *