Gujarat

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિરમાં તૌકતે વાવાઝોડામાં થયો હતો આ ચમત્કાર

Spread the love

સૌ કોઈ જાણે છે કે તૌકતે વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. સૌથી વધુ અસર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી. તૌકતે વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો ધરાશયી થયા હતા, અનેક મકાનો જમીન દોસ્ત થયા હતા, વીજળીના થાંભલાઓ પડી ભાંગ્યા હતા. સૌરાષ્ટ્રભરમાં આ વાવાઝોડાને કારણે ભારે નુકસાન જોવા મળ્યું હતુ. સમગ્ર તંત્ર ખોરવાઈ ગયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે તૌકતે વાવાઝોડાના કારણે સૌથી વધુ પ્રભાવિત ગીર સોમનાથ જિલ્લો થયો હતો. તૌકતે વાવાઝોડાના કારણે અહીં અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા, અનેક મકાનો જમીન દોસ્ત થયા હતા, વિજપુરવઠો પણ ખોરવાય ગયો હતો તેમજ ઠેર ઠેર રસ્તાઓ બંધ થયા હતા, તોતિંગ-મહાકાયી વૃક્ષો ધરાશયી થયા હતા. સૌરાષ્ટ્રના દરેક ગામડાઓ અને શહેરોની અંદર આ વાવાઝોડાને કારણે બધું ઉથલ-પાથલ કરી નાંખ્યું હતુ. સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિરમાં તૌકતે વાવાઝોડામાં ચમત્કાર થયો હતો.

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદા : બોટાદ જિલ્લાના સાળંગપુર ગામે આવેલ કષ્ટભંજન હનુમાનજી દાદાનું મંદિર દેશ-વિદેશમાં વસતા અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. કષ્ટભંજન હનુમાનજી દાદાની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન વિદ્વાન સંત ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે પણ કષ્ટભંજન હનુમાનજી દાદા આ મંદિરમાં સાક્ષાત બિરાજમાન છે.

સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ : તૌકતે વાવાઝોડાના ગયા બાદ વાવાઝોડાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તૌકતે વાવાઝોડુ પોતાનું રૌદ્ર રૂપ લઈને ખુબ જ ઝડપે પવન ફૂંકી રહ્યું છે. વીડિયોમાં દેખાય આવી રહ્યું છે કે, આટલો ભારે પવન હોવા છતાં સારંગપુરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિર ને જરાપણ નુકસાન થયું નથી. જ્યાં એક બાજુ મોટા મોટા તોતિંગ વૃક્ષો ધરાશયી થઇ જતા હોય અને આ બાજુ મંદિરની ધ્વજા પણ જો અડીખમ ઉભી હોય તો એ કોઈ ચમત્કાર થી કાંઈ ઓછું નથી. આવો જ ચમત્કાર સોમનાથ મંદિર અને દ્વારકા મંદિરમાં પણ જોવા મળ્યો હતો.

સોમનાથ મંદિરમાં પણ જોવા મળ્યો ચમત્કાર: ‘તૌકતે’ વાવાઝોડાના કારણે સૌથી વધુ પ્રભાવિત ગીર સોમનાથ જિલ્લો જ થયો હતો. આ સાથે જ દરિયો પણ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી ગાંડોતૂર બન્યો હતો, પરંતુ દરિયાની કાંઠે આવેલા સોમનાથ મંદિરને વાવાઝોડાની જરા પણ અસર થઈ નહતી. મંદિર જ નહીં પરંતુ મંદિરની કોઈપણ મિલકતને જરા પણ નુકશાન થયુમ નથી. સોમનાથ મહાદેવના ચમત્કાર અને શક્તિથી બધું અડીખમ જ રહ્યું હતું અને પાવનધામને જરા પણ આંચ ન આવી.

દ્વારકા મંદિરમાં પણ જોવા મળ્યો ચમત્કારઃ એક બીજો ચમત્કાર ગોમતી ઘાટે બિરાજતા ભગવાન દ્વારકાધીશની ધરતી પર થયો હતો. હવામાન વિભાગ દ્વારા પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તૌકતે વાવાઝોડુ ત્રાટકવાની આગાહી કરવામાં આવી હતી. જ્યાર બાદ સુપ્રસિધ્ધ યાત્રાધામ જગતમંદિર દ્વારકા ખાતે બાવન ગજની ધજાને અડધી કાઠીએ ફરકાવવામાં આવી હતી.

આ ધજાને સોમવારથી જ અડધી કાઠીએ ફરકાવવામાં આવી હતી અને કાળીયાઠાકર દ્વારકાધીશની લીલા પણ જુઓ કે દ્વારકાના મંદિરને કોઈપણ નુકસાની થઈ નથી. આ એક ચમત્કાર થી ઓછું નથી કે જ્યાં તોતિંગ વૃક્ષો, લાઈટના થાંભલા, રોડ રસ્તા જો વિખેરાઈ જતા હોય અને મંદિરની ધજા ને જાણે કઈ અસર પણ ના થાય તો એ કોઈ ચમત્કાર થી કાંઈ ઓછું નથી

અહીં ઉલ્લેખનીય છે કે જ્યાં એક બાજુ ‘તૌકતે’ વાવાજોડાએ પોતાના રસ્તામાં આવતી દરેક વસ્તુને ઉથલ –પાથલ કરી નુકસાન પહોચાડ્યું છે જયારે સોમનાથ મંદિર અને દ્વારકાધીશ મંદિરને કોઈપણ જાતનું નુકસાન થયું નથી. ‘તૌકતે’ વાવાજોડુ અહીં નું તણખલું પણ હલાવી શક્યું નહતું. જોવા જેવી વાત તો એ છે કે જે પવનના કારણે રસ્તા પર વૃક્ષો અને થાંભલા ઉખડી ગયા પણ તે બંને મંદિરની ધજાને પણ નુકસાન પહોંચાડી શક્યો નહીં. જય જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *