India

સોનાના કિંમતમાં થયો રેકોર્ડ બ્રેક ઘટાડો, જો તમે ઓછી કિંમતે સોનું ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય તો આનાથી સારો સમય તમને નહી મળે, જાણો આજના સોનાના ભાવ વિશે

Spread the love

આપણે છેલ્લા ઘણા બધા દિવસો થી જોઈ રહ્યા છીએ કે સોના-ચાંદીના ભાવમાં સતત ને સતત વધારો-ઘટાડો નોંધાય રહ્યો છે. એવામાં રોજ સોના-ચાંદીના એક અલગ અલગ કિંમત બહાર આવે છે આથી સોનું ખરીદનારને અને વેચનાર તમામ વ્યક્તિને કિંમતના વધારા ઘટાડાની વધુ ચિંતા રહે છે.

એવામાં આજના સોના ચાંદીના ભાવો જાણીને ફક્ત એમ જ કહી શકાય કે જો તમે સોના-ચાંદીની ખરીદી કરવા ઈચ્છો છો તો આવો મોકો તમને કદી નહી મળે કારણ કે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક ઘટાડો થયો છે. આથી આનો લાભ ગ્રાહકો લેવાની કોશિશ કરશે જયારે સોનું વેચનાર માટે આ સારી વાત કેહવાય નહી કારણ કે ઓછી કિંમતે કયો વ્યક્તિ પોતાનું સોનું વેચવા તૈયર થશે.

સરાફા બજારમાં સોનાની કિંમતમાં તેજી જોવા મળી હતી, ગયા દિવસે સોનાની કિંમતમાં ૧૯૮ રૂપિયા જેટલી તેજી જોવા મળી હતી. ત્યારે સોનાની કિંમત પ્રતિ ૧૦ ગ્રામે ૪૮૦૮૩ રૂપિયા હતી. ૨૦૨૧ ના વર્ષમાં સોનાની કિમતમાં ૪ ટકાથી પણ વધુ નીચે આવી હતી. એવામાં એમસીએકસ પર સોનાનો ભાવ આજે ૪૮૦૦૦ ના સત્ર પર પોહચી હતી જે અત્યાર સુધીના મહતમ સ્તર ૫૬૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામે ૮૦૦૦ ઓછી રહી હતી.

કમોડીટી બજાર મુજબ સોનાના ભાવ મહત્તમ કિંમત કરતા લગભગ ૮૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો જોવા મળ્યો છે જયારે કીંમતી બુલિયન ધાતુ એ $૧૮૦૦ ના સ્તરથી ખરીદદારોને આકર્ષિત કરવામાં સફળ રહ્યું છે. ગયા પખવાડિયા દરમિયાન ૧૮૨૦ ડોલર થી ૧૮૩૫ ડોલર વચ્ચે નફા વસુલી બાદ સોનાની કિંમતમાં ઉછાળો આવ્યો હતો. તેઓનું કેહવું છે કે પરીદ્રશ્ય હાજર બજાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

સોનાના જાણકાર લોકોનું કેહવું છે કે સોનુંએ ૧૭૬૦ ડોલર પ્રતિ ઔસના સ્તર પર તેને મજબુત સમર્થન મળ્યું હતું. એમીએક્સ પર આજે સોનાની કિંમત ૪૮૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામથી ઉપર છે અને આ સોનાને ૪૭૫૦૦ ની કિંમતે મજબુત સમર્થન પ્રાપ્ત થયું હતું. તેઓનું કેહવું છે કે ૪૭૮૦૦ થી ૪૭૯૦૦ અલ્પકાલીન નિવેશકો માટે એક સારી ખરીદી રેંજ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *