India

સોનાના ભાવમાં આવ્યો મોટો ઉછાળો, જાણો આજનો સોના-ચાંદીનું વર્તમાન મુલ્ય

Spread the love

મિત્રો છેલ્લા ઘણા સમયથી સોના-ચાંદીના ભાવમાં ઘણો વધારો ઘટાડો નોંધાય રહ્યો છે, જેમાં ક્યારેક સોનના ભાવમાં વધારો થાય છે તો ક્યારેક ચાંદીના ભાવમાં વધારો થતો જોવા મળે છે. તો આ પોસ્ટના માધ્યમથી થી આજે અમે તમને બજારનો વર્તમાન સમયના સોના-ચાંદીના ભાવ વિષે માહિતગાર કરવા જઈ રહ્યા છીએ.

બજારમાં હાલના સમયમાં સોનના ભાવમાં 790 રૂપિયા જેટલો વધારો છે. જાણકારી અનુસાર 24 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામે ભાવ 49,010 રૂપિયા જેટલો થયો છે જે 48,220 ની તુલનામાં 790 રૂપિયાની તેજી દર્શાવે છે. જો વાત ચાંદીની કરવામાં આવે તો ચાંદીના ભાવ 62,500 રૂપિયા છે જે પોતાના મૂલ્યથી કોઈ વધુ વધારે થતા જોવા મળી નથી. તમને જણાવી દઈએ કે રાજ્ય કરવેરા, બનાવટ ચાર્જ જેવા અનેક કારણોને લીધે સોના-ચાંદીના ભાવમાં ફેરફાર નોંધાય છે. એવામાં 30 ડિસેમ્બરના રોજ સોના-ચાંદીના ભાવોની એક યાદી બહાર પાડવામાં આવી હતી જેમાં બધા શહેરના સોના-ચાંદીના ભાવો વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે સોના-ચાંદીના ભાવો જાણવા માટેની ઘણા બધા માધ્યમો છે કે જેનાથી સોના-ચાંદીની વર્તમાન કિંમત જાણી શકાય છે અને તેને અનુસાર જો સોનાની ખરીદી કરવી હોય તો તેનું આયોજન કરીને ખરીદી પણ શકાય છે. એવામાં ગુડ રિટર્ન્સ વેબસાઈટ દ્વારા અલગ અલગ શહેરોના સોના-ચાંદીના ભાવો વિષે જાણકારી આપી છે. જેમાં દિલ્હીમાં 22 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામે 47,300 થયા છે જયારે મુંબઈમાં 22 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામે 47,010 ના ભાવ ચાલી રહ્યો છે.

આ બે શહેરો સિવાયના મોટા શહેરો જેવા કે ચેન્નઈ કોલકાતામાં પણ સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ચેન્નઈમાં સોનાનો ભાવ 45,270 રહ્યો હતો જયારે કોલકાતામાં સોનાનો ભાવ 47,300 રહ્યો હતો. જો વાત 24 કેરેટના સોનાની કરવામાં આવે તો નવી દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 51,600 છે જયારે મુંબઈમાં 49,390 રૂપિયા આંકવામાં આવી હતી. એટલું જ નહીં ચેન્નઈમાં 24 કેરેટ સોનાના ભાવ 50,000 રૂપિયા છે જયારે કોલકાતામાં આ સોનાંનો ભાવ 49,390 રૂપિયા હતો.

જો વાત બીજા અન્ય શહેરો ની કરવામાં આવે તો સુરત અને ચંદીગઢ શહેરમાં 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામે 49,200 અને 48,800 રૂપિયા હતો જયારે 22 કેરેટ વાળા સોનાના ભાવમાં 46,650 અને 45,900 રૂપિયે વેચાય રહ્યું છે,એવી જ રીતે જયપુરમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રીત 10 ગ્રામે 49,540 રૂપિયા હતો અને 22 કેરેટ સોનાનો ભાવ 47,290 રૂપિયા જેટલો ગણવામાં આવી રહ્યો છે. બેંગ્લુરુ અને હૈદરાબાદમાં પણ કોઈ ખાસ વધારો થતો જોવા મળ્યો નથી આ શહેરોમાં 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે કિંમત 49,260 રૂપિયા ગણવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *