સોના અને ચાંદીએ નવા ભાવ ધારણ કર્યા છે આ ધાતુ માટે ચુકવો આટલા રૂપિયા……
મિત્રો આપણે સૌ સોનું અને ચાંદી ખરિદવા ની ઇચ્છા રાખતા હોઈએ છીએ. અને આવી ઘાતુમા પોતાના નાણાં પણ રોકવા વિચારતા હોઈએ છિએ. કારણ કે આપણે સૌ જાણીએ છિએ કે આ ધાતુઓ ઘણી જ મુલ્યવાન છે અને એવા વાર તેમાં નાણાં રોક્યા પછી લગભગ તેનું વળતર સારુંજ મળે છે. વળી હાલના સમય માં સોનુંએ અમીરી નું પણ પ્રતીક બનિ ગયુ છે. જો તમે પણ સોનું ખરીદવા માંગો છો તો આ અહેવાલ તમારાં માટે છે.
સોના અને ચાંદી ના નવા ભાવો અંગે જાણતા પહેલા તમને જણાવી દઈએ કે, ભારત વિશ્વમા વધુ વસ્તી ધરાવતો દેશ છે વસ્તીના પ્રમાણે ભારત આખી દુનિયામાં બીજા સ્થાને છે. વળી તમને જાણીને આશ્ચર્ય થાશે કે ભારત દેશ એ સમગ્ર વિશ્વમાં સોનાની આયાત કરનારો સૌથી મોટો દેશ છે. આવું સોનું ભારત મોટા ભાગે ઘરેણાં બનાવવા માટે આયાત કરે છે.
તમને જણાવી દઈએ કે દેશમાં દર વર્ષે લગભગ 800થી 900 ટન સોનાની આયાત થાય છે. આ ઉપરાંત સરકારે પણ સોનાની આયાત માટે અંદાજપત્ર માં ખાસ જગ્યા રાખી છે તમને જણાવી દઈએ કે સરકારે બજેટમાં સોનાના આયાત ભાવો ને 10 ટકા કર્યા છે. આ અગાઉ તે 12.5 ટકા હતા. સામાન્ય રીતે સોનાને મુદ્રાસ્ફૂર્તીની વિરુદ્ધ બચાવના રુપમાં જોવામાં આવે છે.
જો વાત સોના અને ચાંદી ના ભાવો અંગે કરીએ તો હાલ સોના ના ભાવને લઈને ખરીદનાર માટે ખુશ ખબર છે કારણકે સોનાનો ભાવ માં હાલ ઘટાડો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે આજે MCX પર સોના ભાવમાં 62.00 રુપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે આજે એટલે કે બુધવારે સોનાના ભાવમાં 0.13 ટકાના ઘટાડા થયો છે.
સોના ના ભાવ માં ઘટાડા ના કારણે હાલ સોનાનો ભાવ 48, 225 રુપિયા પર પહોંચી ગયો છે. જો કે તમને જણાવી દઈએ કે છેલ્લ 3 દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો વાત બીજી અમૂલ્ય ધાતુ એટલેકે ચાંદી અંગે કરીએ તો હાલ ચાંદીના ભાવ વધુ જોવા મળે છે. હાલ ચાંદીના ભાવમાં 236 રુપિયાની બઢત નજરે પડે છે. MCX પર આજે ચાંદીનો ભાવ હાલ 64, 806 રુપિયા જોવા મળ્યો છે.