Gujarat

સોમવારે અને મંગળવારે ગુજરાત ના આ ક્ષેત્ર મા વરસાદ પડે તેવી આગાહી…

Spread the love

રાજકોટ: સૌરાષ્ટ્રમાં દુષ્કાળના ઓછાયા ઉતરી આવ્યા છે ત્યારે આજે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનથી ફરી વરસાદની આશાનું કિરણ દેખાયું છે. મૌસમ વિભાગ અનુસાર આગામી તા.૩૦ના દક્ષિણ ગુજરાતમાં અને તા.૩૧ના સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ‘ફેરલી વાઈડ સ્પ્રેડ ‘એટલે કે ૭૬થી ૧૦૦ ટકા વિસ્તારમાં વરસાદ વરસવાની આગાહી કરાઈ છે જેમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ એટલે કે ૪થી ૮ ઈંચ વરસવાની આગાહી કરાઈ છે.

આજે બંગાળની ખાડીમાં સમુદ્રસપાટીથી ૩.૧ કિ.મી.ઉંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેસરમાં ફેરવાશે જેના પગલે તા.૩૦ના જન્માષ્ટમીના દિવસે દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની તથા તા.૩૧ના નોમના દિવસે ૩૦થી ૪૦ કિ.મી.ની ઝડપે તીવ્ર પવન અને ગાજવીજ સાથે વ્યાપક વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

સૌરાષ્ટ્રમાં હજુ આવતીકાલનો દિવસ સુકો રહેવાની અને તા.૨૯,૩૦ના છૂટાછવાયા ઝાપટાંની અને તા.૩૧ના સારા વરસાદની આગાહી જો સાચી ઠરે અને મોટાભાગના સ્થળોએ કમસેકમ ૨થી ૪ ઈંચ વરસાદ પણ વરસી જાય તો હાલ સુકાઈ રહેલા મહામૂલા મગફળીનો પાક બચી શકે તેવો ખેતીવાડી વિભાગનો મત છે.

દરમિયાન, ગુજરાતમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી એ પાંચ જિલ્લામાં ૬૦ ટકાથી ઓછો વરસાદ થયો છે અને અન્ય તમામ જિલ્લામાં ૩૦થી ૬૦ ટકા ઓછો વરસાદ પચાસ વર્ષની સરેરાશની સાપેક્ષમાં છે. આમ આ વખતે ચોમાસુ અને તેમાંય શ્રાવણ-ઓગષ્ટ માસ સૌથી નબળા રહ્યા છે. વરસાદી ખાધ જૂન માસથી જ ચાલી આવે છે અને સતત વધતી ગઈ છે, હાલ સૌરાષ્ટ્ર,દિવ,કચ્છમાં સામાન્ય ૧૬ ઈંચ વરસાદ સામે માત્ર ૮ ઈંચ વરસાદ જ નોંધાયો છે અને ૫૦ ટકાની ખાધ છે તો સૌરાષ્ટ્ર સિવાયના ગુજરાતમાં ૪૬ ટકાની ખાધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *