હનુમાનજી ના દર્શને જતા પતી-પત્ની નું થયું અકસ્માત, પત્ની નું ઘટના સ્થળે જ મૃત્યુ….
રખેવાળ ન્યુઝ ભીલડી : ડીસા થરાદ હાઇવે પર એક મહિના અગાઉ પતિ-પત્ની પગપાળા ગેળા હનુમાનજીના દર્શન કરવા જતા હતા. તે દરમિયાન પત્નીનું માર્ગ અકસ્માતમાં મોત થયાની ફરિયાદ પતિ દ્વારા ભીલડી પોલીસ સ્ટેશનમાં નોધાવી હતી.
જેમાં એક નવો ચોકવનારો ઘટસ્ફોટ થવા પામ્યો છે. પોલીસના જણાવ્યાનુસાર ખુદ પતિએ પત્નીનો કરોડો રૂપિયાનો વીમો પાસ કરાવવા કોઈની મદદથી પોતાની પત્નીનો અકસ્માત કરાવી મોત નિપજાવ્યાનું સામે આવ્યું છે. જાેકે ભીલડી પોલીસે આરોપી પતિની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
એક મહિના અગાઉ ડીસાથી લલીતભાઈ ગણપતજી માળી અને તેમના પત્ની દક્ષાબેન પગપાળા ગેળા હનુમાન મંદિરે દર્શન કરવા જતા હતા. તે સમયે ડીસા થરાદ હાઇવે ઉપર કોઈ અજાણી ગાડીથી દક્ષાબેનનું મોત થયું હોવાની ફરિયાદ તેમના પતિએ ભીલડી પોલીસ મથકે નોધાવી હતી.
જેમાં પોલીસને શંકા લાગતા પતિની કોલની ડીટેઈલ નીકાળી તપાસ કરતા નવો ઘટસ્ફોટ બહાર આવ્યો છે જેમાં તેમને જ વિમા પોલીસીની રકમ પાસ કરાવવા ગાડીના ડ્રાઈવરને રૂપિયા ૨,૦૦,૦૦૦ આપી તેમની પત્નીનો અકસ્માતનો પૂર્વ પ્લાન બનાવી મોત નીપજાવી તેને અકસ્માતમાં ખપાવવાની યોજના બનાવી હતી.
જેમાં પોલીસે અકસ્માતના ગુનામાં ખૂન કેસની કલમ ૩૦૨ ૧૦૨(મ્) તેમજ મદદગારીની કલમ ૧૪૪ લગાવી આરોપી પતિ લલીતભાઈ ગણપતભાઈને જડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.