Gujarat

હવામાન આતા એ વરસાદ ની આગાહી કરી

Spread the love

ગુજરાત ના અનેક જીલ્લા મા વરસાદ વરસ્યો છે અને આગામી 5 દિવસ વરસાદ ની આગાહી હવિમાન ખાતા દ્વારા કરવામાં આવી છે જયારે સરેરાશ વરસાદ ના આંકડા પર નજર નાખીએ તો
ગુજરાતમાં સરેરાશ 25.79 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 27.09 ટકા, ઉત્તર ગુજરાતમાં 19.28 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 21.90 ટકા અને સૌરાષ્ટ્રમાં 24.04 ટકા, દક્ષિણ ગુજરાતમાં 31.75 ટકા વરસાદ નોંધાયો છે. અત્યારસુધી ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ થયો છે

હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહંતી ના જણાવ્યા અનુસાર રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં હજુ વરસાદની રાહ જોવાઇ રહી છે. તેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની આશા છે. 24થી 26 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

23 જુલાઈ ના રોજ નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે જયારે 24 જુલાઈ ના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.

26 જુલાઈ ના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જણાવ્યુ હતું કે 24 અને 25 જુલાઇના ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થશે. ચારથી આઠ ઇંચ સુધી વરસાદ વરસવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *