હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આટલા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ જેને કારણે થાશે…….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ તેમ આજ વખતે ચોમાસાની ઋતુ સમગ્ર દેશ માટે ઘણી જ સારી સાબિત થઇ છે જેના પરિણામે સમગ્ર દેશમાં અનેક વિસ્તારો માં ઘણો વરસાદ જોવા મળ્યો હતો આ વરસાદ ના કારણે રાજ્ય અને દેશ પરથી જળ સંકટ ઘણું જ હળવું બન્યું છે. આવે જયારે રાજ્યમાંથી વરસાદે સતાવાર રીતે વિદાય લીધી છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે વરસાદ ને લઇ મોટી આગાહી કરી છે જેના કારણે ખેડૂતો ની ચિંતા વધી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આવનારા સમય માં માવઠાની આગાહી છે. અરબ સાગર માં ઉદભવેલ સાયક્લોનીક સર્ક્યુલેશન ને લીધે આવનાર પાંચ દિવસમાં રાજ્યમાં અમુક વિસ્તારોમાં છુટા છવાયા વરસાદની આશંકા હવામન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જાણાવ્યા અનુસાર આજના દિવસ માં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જયારે કાલે સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષીણ ગુજરાત અને કચ્છમાં પણ હળવા વરસાદ ની આશંકા છે.

આ આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણકે હજી ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હજી પણ મગફળીના પથારા પડેલા છે જયારે અમુક વિસતારોમાં કપાસને ઉતારવાનું પણ બાકી છે. હવે જો આવો કમોસમી વરસાદ પડશે તો ખેડૂતોને નુકશાન થશે.

જો વાત દેશના અન્ય રાજ્ય કાશ્મીર અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે હાલ કાશ્મીરમાં હિમવર્ષાની શરુઆત થઇ ગઈ છે. આ કારણે અહીના વિસ્તારો માં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. કાશ્મીરના કુપવાડા અને ગાંદરબલમાં હળવાથી મધ્યમ હિમવર્ષા અંગે માહિતી મળી રહી છે. કાશ્મીરના હવામાન વિભાગના ડાયરેક્ટર સોનમ લોટસ ના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં કાશ્મીરમાં કોઈ મોટી હિમવર્ષાની આગાહી નથી. કારણકે કાલથી કાશ્મીરનું વાતાવરણ સુધરશે જેના કારણે ૬ થી ૨૦ નવેમ્બર સુધી હવામાન સુકું રહેશે.

જો વાત અહીના અન્ય વિસ્તારો અંગે કરીએ તો હવમાન વિભાગ ના જણાવ્યા અનુસાર લદ્દાખ અને ઉત્તર કશ્મીર ના અમુક વિસ્તારો માં મધ્યમ વરસાદ ઉપરાંત હિમવર્ષાની આગાહી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ઉત્તર કશ્મીરમાં ગુરેઝ અને માછીલ સેક્ટરમાં અને પશ્ચિમ લદ્દાખમાં ઝોજિલા-દ્ર્રાસ અક્ષમાં હળવી  હિમવર્ષા અને વરસાદ થયો હતો. ડાયરેક્ટર સોનલ લોતોસ ના જણાવ્યા અનુસાર સાંજ સુધીમાં હિમવર્ષા તીવ્ર બનશે ઉપરાંત કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આશંકા છે, જયારે ઉત્તર કાશ્મીરના વિસ્તારોમાં મધ્યમ પ્રમાણમાં હિમવર્ષા થશે. હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડીસ્ટબર્ન્સની અસરને ધ્યાનમાં લઇને કાશ્મીરમાં ૪ અને ૫ નવેમ્બરે હળવી  હિમવર્ષા સાથો સાથ  વરસાદની પણ આશંકા વ્યક્ત કરી હતી. આવી પરિસ્થિતિમાં ૪ નવેમ્બરે હવામાન સુકું રહ્યું હતું , પરંતુ ૫ નવેમ્બેર એ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *