હિંગ ના પાંચ જબરજસ્ત ફાયદા! પાચન ની અને પુરુષો ની આ ખાસ સમસ્યા નુ નિવારણ હીંગ મા છે.

દાળ, શાક અને સાંભાળમાં ચપટી ઉમેરાતી હીંગ થી સ્વાદ તો સારો આવે જ છે તે ઉપરાંત તેના ઘણા ફાયદાઓ પણ છે. ડુંગરાળ વિસ્તારમાં ઉત્પન્ન થતી હિંગ આપણા દેશમાં ઓછા પ્રમાણમાં મળી આવે છે. તે બલુચિસ્તાન પાકિસ્તાન ના ડુંગરાળ વિસ્તારમાં મોટા પ્રમાણમાં થાય છે અને ત્યાંથી આપણા દેશમાં પણ આયાત થાય છે.

તેની તાસીર ગરમ હોય છે જેના લીધે ઠંડીમાં ખૂબ જ ફાયદાકારક બની રહે છે. તેના ઔષધિય ગુણો ઘણી જાતની આરોગ્યની તકલીફો સામે આપણા શરીરનું રક્ષણ કરે છે. હવે જાણો હીંગ ખાવાથી આપણા શરીરને કેટલા કેટલા ફાયદા થાય છે.

હીંગ માં કોઉંમારિન નામનું પદાર્થ મળી આવે છે. તે લોહીને જામવાથી અટકાવે છે અને લોહીને પાતળું કરે છે. તેના ઉપયોગથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેની તાસીર ગરમ હોય છે તેથી તે જરૂર કરતાં વધુ ઉપયોગમાં ન લેવી જોઈએ. દાળમાં ઉપયોગમાં લેવા માટે એક ચપટી હિંગ પૂરતી છે.

હીંગ ભોજન પચાવવા માટે સૌથી મોટો સ્ત્રોત છે. જૂના સમયમાં હીંગનો ઉપયોગ પેટની દરેક તકલીફો દૂર કરવા માટે કરવામાં આવતો હતો. હિંગમાં એન્ટિઓક્સિડન્ટ ગુણોનો ભંડાર હોય છે. પેટમાં જીવાત થઈ જવા ઉપર, એસીડીટી, પેટ ખરાબ થઈ ગયા ઉપર હિંગનો ઉપયોગ ખૂબ જ લાભદાયક હોય છે.

બળગમમાંથી મુક્તિ:- હવામાનના ફેરફારને કારણે નાક માંથી પાણી નિકળવાની સમસ્યા રહેતી હોય તો આમાંથી છુટકારો મેળવવા માટે હિંગને પાણીમાં નાખીને તેની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને છાતિ પર લગાવવું. સતત બે ત્રણ દિવસ માટે આમ કરવાથી કફ બહાર નીકળી જાય છે.

હેડકી દૂર કરે:- કેટલાક લોકોને હેડકી શરૂ થાય તો બંધ થવાનું નામ લેતી નથી. તેને દૂર કરવા માટે કેળાના પલ્પમાં મસૂર ના દાણા જેટલી હિંગના સેવનથી પણ હેડકી બંધ થઈ જાય છે.હાડકાની મજબૂતી માટે:- હિંગનું પાણી હાડકાને મજબૂત બનાવે છે આ ઉપરાંત તેને પીવાથી શ્વાસ સંબંધી બીમારીઓનો અંત થાય છે રોજ હિંગનું પાણી પીવાથી શરીરમાં પાણીની અછત રહેતી નથી.

દાદર ને દૂર કરવા માટે: દાદર ને દુર કરવા માટે પણ એનો ઉપયોગ અસરકારક છે થોડી હિંગ પાણીમાં ભેળવીને દાદર વાળી જગ્યા ઉપર લગાવવાથી દાદર જલ્દી દુર થઇ જાય છે હિંગનાં ચૂર્ણ માં થોડું મીઠું ભેળવીને પાણી સાથે લેવાથી બ્લડ પ્રેશરમાં પણ આરામ મળે છે. શેકેલી હિંગને રૂ નાં પુમરમાં વીંટીને દાઢ પર લગાવવાથી દાઢ નાં દુખાવામાં રાહત મળે છે. દાંત માં જીવાત પડવા ઉપર પણ તેનાથી આરામ મળે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *