હૃદય હચમચી જાય તેવો આપઘાત નો પ્રયાસ! સ્યુસાઈડ નોટ મા લખી આ વાત..

મધ્ય પ્રદેશમાં ભોપાલના મિસરોદ ક્ષેત્રમાં આત્મહત્યા અને હત્યાનો ગંભીર કેસ સામે આવ્યો છે. અહી શનિવારે સિવિલ એન્જિનિયરે પત્ની સાથે ઝેર પીધું છે, સાથે જ પુત્ર અને પુત્રીનું ટાઈલ્સ કટરથી ગળુ કાપી દીધું છે. ઘટનામાં એન્જિનિયર અને પુત્રનું મોત નિપજ્યું છે. પુત્રી અને પત્નીની સ્થિતિ હાલ ખૂબ જ ગંભીર છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના પાછળનું આર્થિક તંગી હોવાનું જણાઈ રહ્યું છે.

મિસરોદ પોલીસ અનુસાર રવિ ઠાકરે(55) પરિવાર સાથે 102 મલ્ટી સહારા એસ્ટેટમાં રહે છે. પરિવારમાં પત્ની રંજના ઠાકરે(50), પુત્ર ચિરાગ ઠાકરે(16) અને પુત્રી ગુંજન ઠાકરે(14) છે. જાણકારી અનુસાર શનિવારે સવારે 7 વાગ્યે ઝેર ખાધા પછી રંજના પડોશી અજય અરોરાના ઘરે પહોંચી. અજયને તેમણે પુરી કહાની બતાવી. અજયે આ સાંભળ્યા પછી તાત્કાલિક પોલીસને સૂચના કરી છે.

સૂચના પર એસપી સાઈ કૃષ્ણા, એએસપી રાજેશ ભદોરિયા, એસડીઓપી અમિત મિશ્રા અને મિસરોદ પોલીસ અધિકારી નિરંજન શર્મા ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં જોયુ તો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો તોડીને જોયું, તો રુમમાં રવિ બેભાન પડ્યા હતાં. તેમના મોઢા માંથી ફિણ નીકળી રહ્યું હતું. તે પછી રંજના પણ બેભાન થઈ પડી ગઈ હતી. ચિરાગ અને ગુંજન લોહીલુહાણ હાલતમાં પડ્યા હતાં. પોલીસે ચારેયને તાત્કાલિક હોસ્પિટલ મોકલ્યા, જ્યાં ડોક્ટરોએ રવિ અને ચિરાગને મૃત જાહેર કર્યા અને ગુંજન અને રંજનાની સ્થિતિ હજી પણ ગંભીર છે.

ઘટનાસ્થળે લોહીલુહાણ સ્થિતિમાં ટાઈલ્સ કટર પણ મળી આવ્યું. પોલીસને સંભાવના છે કે પહેલા રવિ અને રંજનાએ ઝેર પીધું અને તેના પછી એન્જિનિયરે પુત્ર-પુત્રીનું કટરથી ગળું કાપી દીધું. હાલ પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે.

જાણકારી અનુસાર રવિ ગોવિંદપુરામાં નજીકની કંપનીમાં સિવિલ એન્જિનિયરનું કામ કરતો હતો. લોકડાઉનમાં નોકરી છૂટી ગઈ હતી. રંજના પણ બ્યૂટી પાર્લર ચલાવતી હતી, પરંતુ તેમનું પણ કામ બંધ થઈ ગયુ હતું. આ કારણે 8 મહિનાથી તેઓ ડિપ્રેશનમાં હતા. ચિરાગ અને ગુંજન ભણી રહ્યા હતાં. પડોશીઓનું કહેવું છે કે તેમની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. નાની-નાની વાતોમાં ઘરમાં ઝધડા કરતી હતી અને ઘણીવાર તો પત્થર પણ ફેંકતી હતી. અને તેમનો ઈલાજ પણ ચાલી રહ્યો હતો

સ્થિતિ ખરાબ હોવાના કારણે તેમના પિયરવાળા તેમને ઘરે લઈ ગયા હતાં, પરંતુ 6 મહિના પહેલા તે પરત આવી ગઈ. પાડોશીઓનું કહેવું છે કે વહેલી સવારે બાળકોના ચિસોની અવાજ પણ સાંભળેલી પણ તેમણે ધ્યાન ના આપ્યું. સવારે મોડા સુધી કોઈ ઉઠ્યુ નહી ત્યારે ઘટનાની જાણ થઈ હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published.