EntertainmentIndia

૮૦ વર્ષ જુના આંબા ના ઝાડ પર એવી રીતે ઘર બનાવ્યું કે જેનાથી ઘર પણ બની જાય અને ઝાડ પણ ના કાપવું પડે, આ ઘર કોઈ મહેલથી ઓછું નથી

Spread the love

મિત્રો આપણે ઘણા બધા એવા આલીશાન ઘરો જોયા હશે જે કોઈ રાજા ના મહેલથી કઈ ઓછા નથી હોતા, એટલું જ નહી આવા ઘરની બનાવટ ખુબ જ સુંદર હોય છે. તમને જણાવી દઈએ કે હાલના સમયમાં લોકોએ પોતાના ઘરની તસ્વીરએ સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. આ પોસ્ટ દ્વારા અમે આજે એવા જ એક આલીશાન ઘરની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ, કે જેની બનાવટ જોઈને તમે પણ આશ્ચર્ય પામશો.

રાજસ્થાનના ઉદયપુરમાં એક વ્યક્તિએ પોતાના ઘરની બનાવટ એવી રીતે કરી કે જેના લીધે ઘર પણ બની જાય છે અને વૃક્ષને પણ કાપવું પડતું નથી. આ ઘરનું બનાવટ કાર્ય કે પી સિંહ નામના એક એન્જીનીયરે કરી હતી. તમને જણાવી દઈએ કે કે પી સિંહએ આ જમીન ૧૯૯૯ માં ખરીદી હતી ત્યારે આ જમીનના માલિકે કીધું હતું કે આ જમીન પર ઘર બનાવા માટે જેટલા પણ વૃક્ષ છે તે બધા કાપવા પડશે. આ વાતથી કે પી સિંહને સંતોષ થયો ન હતો અને તેણે કહ્યું કે હું ઘર બનાવા માટે વૃક્ષ નહી કાપું પણ આ વૃક્ષ વચ્ચે જ ઘર બનાવીશ ક્યાં તો વૃક્ષ ઉપર ઘર બનાવીશ.

એન્જીનીયર કે પી સિંહએ પર્યાવરણ પ્રેમી છે અને તે હમેશા પર્યાવરણ પ્રત્યે કાળજી રાખે છે. પોતાના પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ બતાવત કે પી સિંહએ તેણે ખરીદેલ જમીન પર લાગેલ ૮૦ વર્ષ જુના આંબાના ઝાડ પર જ ઘર બનવાની યોજના બનાવી હતી. પોતે એન્જીનીયર હતા આથી તેઓએ જાતે જ પોતાના ઘરને ડીઝાઈન કર્યું હતું અને જાતે જ આ ઘર બનાવ્યું હતું.

મિત્રો આ ઘરએ જોવામાં જેટલું આલીશાન લાગી રહ્યું છે તેટલું અંદરથી પણ આલીશાન છે. આ ઘરમાં બેડરૂમ કિચન બાથરૂમ જેવી ઘણી બધી આધુનિક સેવાઓ ઉપલબ્ધ છે, એટલું જ નહી અ ઘરમાં વીજળી, પાણી માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઘર બનવા માટે ખૂબ મેહનત લાગી હોય તેવું આપણ જોઇને જ કહી શકીએ છીએ. કે પી સિંહનું આ ઘર જોવા માટે ઘણા બધા લોકોએ ખુબ દુર દુરથી આવી રહ્યા છે, એટલું જ નહી ઘણા બધા લોકોએતો આ ઘર ખરીદવાની ઈચ્છા પણ બતાવી છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *