India

એમ્બુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો મોટો અકસ્માત જેના કારણે ચાર લોકો ના થયા મોત અને….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.

પરંતુ દરેક અકસ્માત આવી જ રીતે થતા હોય તેમ જરૂર નથી ઘણી વખત સામેના પક્ષકારની ભુલ ના કારણે અન્ય વાહન ચાલાક ને તેના માઠા પરિણામો ભોગવ્વા પડે છે. જેમાં તેને પોતાનો જીવ પણ ગુમાવવા પડે છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર પર શું વીત્તી હોય. તે આપણે સૌ જાણીએ છીએ કારણ કે પોતાના સ્વજનને ખોવાનું દુઃખ કેટલું હોય છે. તેનાથી આપણે સૌ માહિતીગાર છીએ.

આવો જ એક અકસ્માત હાલ સામે આવ્યો છે કે જ્યાં એક એમ્બુલન્સ અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અંગે ની વિગતો આ પ્રમાણે છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત દૌસાના બાસવા પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે સર્જાયો હતો. આ વિસ્તાર માં આવેલ અલવર ગંગાપુર મેગા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો.

અહીં એક ટ્રક અને એક એમ્બુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો છે અહીં એમ્બુલન્સ અલવરથી દર્દીને લઈને જયપુર જઈ રહી હતી. આ સમયે અલવર થી દૌસા સરહદ નજીક જયસિંહ પુરા ગેટ પાસે ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે સામસામે અથડામણ થઈ હતી. આ અકસ્માત માં ચાર લોકોના મોત થયા હતા. આ ઉપરાંત અન્ય બે લોકો ઘાયલ થયા હતા જેમને જયપુર મોકલવામા આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને ટ્રકને જપ્ત કરી હતી અને ક્ષતિગ્રસ્ત એમ્બ્યુલન્સને હાઇવેથી દૂર હટાવીને ટ્રાફિકને સુચારૂ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *