કલેક્ટર ને ચુનોતી આપનાર નિર્મલા ચૌહાણ ચોરીને લઈને નવા વિવાદ માં પડી તેની પાસે ઉભેલી છોકરીઓ..જુઓ વિડિઓ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ લોકશાહી પ્રાણાલીથી ચાલે છે. આપણા દેશમાં દરેક કામ કરવા માટે અલગ અલગ અધિકારીઓ ની નિમણુંક કરવામાં આવે છે કે જેઓ લોકોના પ્રશનોનું નિરાકરણ કરે છે અને સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ ને લોકો સુધી પહોંચાડે છે, મિત્રો આ કાર્ય માટે અનેક વડાઓ અને અનેક વિભાગો કાર્ય કરતા હોઈ છે. આવા અધિકારીઓ માં કલેક્ટર નો પણ સમાવેશ થાય છે કે જે પોતાને સોંપવામાં આવેલા જિલ્લની સંભાળ લે છે. જો કે ઘણી વખત આવા સરકારી વિભાગો દ્વારા કોઈ કારણોસર પોતાના કાર્યને લઈને વિલંભ થઈ જાય છે.
અથવા તો લોકો પોતાની માંગણી સરકારી વિભાગ સમક્ષ મુકવા માટે ઘણી વખત પ્રદર્શન પણ કરે છે જો કે હાલમાં થોડા સમય પહેલા જ આ બાબત ને લઈને એક વિડિઓ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો હતો આ વિડિઓ માં અમુક વિધાર્થીઓ જોવા મળતા હતા કે જેઓ કોઈક માંગણી ને લઈને કલેક્ટર ઓફિસ બહાર પ્રદર્શન કરી રહ્યા હોઈ તેવું જણાતું હતું. જો કે આ સમયે ત્યાં હાજર એક યુવતીનો અંદાજ લોકો ને ઘણો પસંદ આવ્યો કે જેણે પોતાના તોફાની અંદાજમાં કલેક્ટર સાહેબ ને પોતાને કલેક્ટર બનાવવાની ચુનોતી પણ આપી હતી.
મિત્રો જો વાત આ યુવતી અંગે કરીએ તો આ યુવતી ઝાબુઆ જિલ્લાના એક કોલેજ ની વિધાર્થીની હોવાનું માલુમ પડ્યું હતું અને તેનું નામ નિર્મલા ચૌહાણ છે. જો કે પોતાના ગરમ અંદાજ માટે જાણીતી બનેલી નિર્મલા હાલમાં એક વિવાદ માં ફસાઈ ગઈ છે. આ વિવાદ ચોરીને લાગતો છે. તો ચાલો આપણે આ આખી બાબત અંગે વિસ્તારથી માહિતી મેળવીએ. મળતી માહિતી અનુસાર આ બનાવ ઝાબુઆ જિલ્લાનો જ છે કે જ્યાંની એક નાની કરિયાણાની દુકાનના સીસીટીવી કેમેરામાં એવી ઘટના નજરે પડી જેના કારણે આ વિવાદ સર્જાયો.
મિત્રો આ દુકાનની સીસીટીવી ફૂટેજ માં જોઈ શકાય છે કે એક દુકાનપર નિર્મલા ઉભી છે. તેની બાજુમાં એક અન્ય છોકરી પણ ઉભેલી છે કે જેણે પોતાના મોં પર દુપટ્ટો બાંધેલો છે. અને તેમની સાથે અન્ય લોકો પણ ઉભા છે. તેવામાં નિર્મલા અને આ યુવતી દુકાનદાર પાસૅ કંઈક વસ્તુ મંગાવે છે. વિડિઓ માં જોઈ શકાય છે કે જેવો તે દુકાનદાર વસ્તુ લેવા જાય છે કે તરત જ નિર્મલા સાથે ઉભેલી આ યુવતી કાઉન્ટર પર પડેલી વસ્તુ ઉપાડીલે છે, અને ત્યાંથી નીકળી જાય છે.
આ બાબત અંગે દુકાનદારે જણાવ્યું કે તે બંને યુવતીઓ ને જાણતા નથી. પણ જયારે તે આ યુવતીએ મંગાવેલ વસ્તુ લેવા ગયા ત્યારે તેણીએ કાઉન્ટર પર પડેલ વસ્તુ ચોરી લીધી જો કે તેમના જણાવ્યા અનુસાર આ કોઈ પહેલો બનાવ નથી આ પહેલા પણ આવા બનાવો થયા છે.
જો કે પોલીસ આ બાબત અંગે ગંભીરતા દાખવતી નથી. જયારે આ ચોરીની ઘટનાને લઈને નિર્મલાને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે તે તેની સાથે ઉભેલી યુવતીને જાણતી નથી તે થોડા સમય પહેલા જ તેમની નજીકમાં રહેવા આવી હતી. ઘટના અંગે જાણ થતા તેણે ચોરી કરનાર યુવતીને વસ્તુ પરત કરવા પણ જણાવ્યું હતું. ઉપરાંત નિર્મલાએ એપણ જણાવ્યું હતું કે આ ચોરી કરનાર યુવતીનો હેતુ તેની અને દુકાનદાર વચ્ચે 400 રૂપિયાની લેતી દેતીના કારણે સર્જાયો હતો.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.