જયારે એક પ્રેમી પહોચી ગયો પોતાની પ્રેમિકાના લગ્નમાં પછી સ્ટેઇજ પર જઈને પતિ અને પરિવાર સામે પ્રેમિકા સાથે જબરન કરવા લાગ્યો એવું કે પોલીસને બોલાવવા પડ્યા… જુઓ વિડિઓ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં પ્રેમ કેટલો જરૂરી છે. જો કે પ્રેમ યોગ્ય વ્યક્તિ પાસેથી મળે તે જરૂરી છે. યોગ્ય વ્યક્તિ સાથે થયેલ પ્રેમ જીવન સુધારી શકે છે જયારે અયોગ્ય વ્યક્તિ સાથે નો પ્રેમ જીવન બરબાદ કરી મૂકે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા સમાજ માં લોકો પ્રેમ લગ્નને ઘણીજ અલગ અને ખરાબ નજરે જોવે છે. જોના કારણે ઘણા પ્રેમીઓ પોતાના લગ્નના મુકામ સુધી નથી પહોંચી શકતા. જોકે હાલનો સમય બદલાયો છે અને આજના સમય માં અમુક એવા લોકો પણ હોઈ છે કેજે બે વ્યક્તિ પ્રેમને સમજે છે અને તેને માન આપીને સ્વીકારી પણ લે છે.
છતાં પણ હાલના સમય માં એવા અનેક પરિવાર છે કે જેઓ પ્રેમ લગ્ન કરવાની પરવાનગી આપતા નથી. જો કે તેની પાછળ નું કારણ પરિવાર તરફથી કરવામાં આવતી પોતાના સંતાનો ની ચિંતા હોઈ છે. માતા પિતાના જાણતા હોઈ છે કે પોતાનું સંતાન કોની સાથે ખુશ રહેશે. છતાં પણ ઘણી વખત માતા પિતાને વિલન થઈને પોતાના સંતાનના ભવિષ્યની રક્ષા કરવી પડતી હોઈ છે. જો કે આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમ આંધળો હોઈ છે. એકવાર પ્રેમમાં પડ્યા પછી વ્યક્તિ કોઈ પણ વિશે વિચારતો નથી અને પોતાના પ્રેમ સાથે રહેવા માટે તે તમામ મુસીબતો નો સામનો કરવા માટે પણ તૈયાર થઇ જાય છે.
તેમાં પણ હાલના સમય માં જોવા મળતા અમુક પ્રકારના દ્રસ્યોના કારણે પણ લોકોની માનસિકતા માં ફેરફાર જોવા મળે છે. હાલ આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં યુવક અને યુવતીના વરમાળા પ્રસંગે અચાનક જ યુવતીનો પ્રેમી ત્યાં આવી પહોંચે છે અને જબરન તેને સિંદૂર લગાવે છે. જો કે આ બનાવ અંગેનો વિડિઓ પણ હાલ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. તો ચાલો આ ઘટના અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.
મળતી માહિતી અનુસાર આ બનાવ ગોરખપુર ના બુંદહટ વિસ્તાર ની છે. વિડિઓ માં જોઈ શકાય છેકે લગ્ન ચાલી રહ્યા છે તેવામાં જયારે વરમાળા ચાલતી હતી ત્યારે અચાનક જ એક યુવક સ્ટેજ પર આવે છે અને લગ્ન કરી રહેલ યુવતીને કપાળમાં ફિલ્મી અંદાજ માં સિંદૂર લગાવે છે. જયારે આ યુવતી તેનો પ્રતિકાર કરે છે ત્યારે યુવક ફરી તેને સિંદૂર લગાવવનો પ્રયત્ન કરે છે. તે સમયે છોકરીના પરિવાર વાળા આ યુવકને તેમ કરતા રોકે છે અને તેને પકડી લે છે.
છતાં પણ યુવક લગ્નનો માહોલ ખરાબ કરવાની કોશિશ કરે છે જેના કારણે યુવતીના પરિવાર વાળા પોલીસ ને બોલાવે છે અને તે યુવકને તેના ઘરે રવાના કરી દે છે. જણાવી દઈએ કે આ યુવકે પોતાનું મોઢું કપડાં વડે ઢાંકી રાખ્યું હતું જેથી તેની ઓળખ ના થાય છતાં પણ હાલ મળતી માહિતી અનુસાર આ વ્યક્તિ યુવતીનો જૂનો પ્રેમી હતો અને તે જયારે વેપાર અર્થે શહેર બહાર ગયો ત્યારે યુવતીના પરિવારના લોકોએ તેના લગ્ન અન્ય વ્યક્તિ સાથે કરાવ્યા હતા. જો કે બનાવ અંગે માહિતી મળતા યુવક તરતજ પરત આવ્યો અને યુવતીના લગ્ન સમયે તેણે આ કૃત્ય કર્યું છતાં પણ તેની સાથે લગ્ન કરવા આવેલ યુવક કે તેમના પરિવારે આ ઘટના ને લઈને કોઈ નકારાત્મક વર્તન ન કર્યું અને ત્યાર બાદ ફરી લગ્નની તમામ વિધિ પૂર્ણ કરી.
🇮🇳 Jilted lover forcibly applies sindoor in bride’s ‘manng’ during ‘jaimala’ at her wedding. #india #mostshared pic.twitter.com/qbVOD9EHHK
— Imminent Global News (@imminent_news) December 6, 2021