તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ના વધુ એક કલાકારે છોડયો શો અને કરીયો એવો ખુલાસો…..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં મનોરંજન ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે લોકો મનોરંજન મેળવવા માટે અલગ અલગ અનેક પ્રકારની વસ્તુ કરતા હોય છે જે પૈકી લોકો પોતાના પસંદગીના કાર્યક્રમ અને ફિલ્મો જોવાનું પસંદ કરે છે. આ ઉપરાંત મનોરંજનમા પણ સૌ લોકો કોમેડી ને વધુ પસંદ કરે છે.
કોમેડી નામ સાંભળતા જ તે મનમાં સૌથી પહેલા એક જ કાર્યક્રમનું નામ આવે છે કે જે ” તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ” છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ શો છેલ્લા ૧૩ થી ૧૪ વરસથી લોકોને મનોરંજન આપી રહ્યું છે. અને લોકોને પેટ પકડીને હસવાં માટે મજબૂર કરી રહી છે. આ શોની લોકપ્રિયતા દેશ-વિદેશમાં છવાયેલી છે. ઉપરાંત આ કાર્યક્રમના તમામ કિરદારો પણ ખૂબ જ મોટી લોકચાહના ધરાવે છે.
જો કે છેલ્લા અમુક દિવસો આ શો માટે કપરા સાબિત થયા છે. કારણ કે છેલ્લા થોડા સમયથી એક પછી એક કાર્યક્રમના મુખ્ય કિરદાર ગણાતા અનેક કલાકારોએ આ કાર્યક્રમ છોડી દીધો છે. જ્યારે અમુક કલાકારો ના અવસાન થયા છે આવા શો છોડનાર કલાકારો માં દયાભાભી, અંજલી, નટુકાકા, સોનુ સોઢી, ડોક્ટર હાથી વગેરે અનેક કલાકારોના નામ સામેલ છે.
જો કે હાલ આ શોને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે જ્યાં વધુ એક કલાકારે શો છોડી દીધો છે. મળતી માહિતી અનુસાર આ કલાકાર બીજું કોઈ નહીં પરંતુ બાવરી છે મિત્રો તમને પણ જાણીને આશ્ચર્ય થશે પરંતુ વાસ્તવમાં બાવરી નું પાત્ર ભજવનાર અભિનેત્રી મોનિકા ભદૌરિયા એ આ શો છોડી દીધો છે. જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી બાવરી અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ના નિર્દેશકો વચ્ચે તેમના પેમેન્ટ ને લઈને વાતચીત ચાલી રહી હતી.
જેમાં બાવરી એ પોતાનો પેમેન્ટ વધારવાની વાત શો ના મેકર્સ ને કરી હતી પરંતુ શોના મેકર્સે આ બાબત અંગે ગંભીરતા ન દાખવતા છેવટે બાવરીએ શો છોડી દીધો છે. જો કે આ ખબર શો ના ફેન્સ માટે ખૂબ જ દુઃખદ સાબિત થઈ છે એક પછી એક અનેક કલાકારો શો છોડીને ચાલ્યા ગયા છે. ત્યારે વધુ એક નામ આ યાદીમાં જોડાઈ ગયું છે.