ટાટા સફારીનો અકસ્માત નો વિડિઓ વાયરલ જેમાં અકસ્માત માં ગાડીને થયું નુકસાન પરંતુ યાત્રીઓ રહ્યા સુરક્ષિત જે બાદ…….
મિત્રો આપણે અવાર નવાર અનેક અકસ્માત ને લગતા બનાવો જોતા અને સાંભળતા હોઈએ છીએ આવા અકસ્માત નું મુખ્ય કારણ વધુ પડતી ગતિ ને માનવામાં આવે છે. જયારે પણ વાહન વધુ ગતિ પકડે છે તે બાદ વાહન અનિયંત્રિત થતા અકસ્માત સર્જાય છે. જો કે ઘણા અકસ્માત માં કોઈ જાન હાનિ થતી નથી જે મોટા રાહત ના સમાચાર હોઈ છે. લોકો અકસ્માત માં વાહનની કેપેસીટી પણ ચેક કરતા હોઈ છે. ઘણી વખત વાહન માં આપેલી સુવિધા સારી હોઈ છે, અને વાહન અદ્યતન ટેક્નોલોજી વાળું હોઈ છે જેના કારણે ગમ્મે તેટલો મોટો અકસ્માત સર્જાય તો પણ જ વાહનમાં સવાર લોકોને વધુ નુકસાન થતું નથી.
આ માટે વાહન બનાવતી કંપનીઓ પોતાના વાહનમાં અલગ અલગ અનેક અદ્યતન સુવિધાઓ આપતી હોઈ છે કે જેના કારણે તેમાં સવાર લોકોને અકસ્માત સમયે વધુ ઇજા ન પહોંચે. હાલ આવો જ એક અકસ્માત નો વિડિઓ ટાટા સફારી નો વાયરલ થઇ રહ્યો છે. કે જેમાં ગાડીનું ટાયર ફાટી જતા અકસ્માત સર્જાયો હતો જો કે અકસ્માત માં રાહત ની વાત એ રહી કે તેમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ અંગેની માહિતી મળી ન હતી.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ટાટા કંપની ઘણા વર્ષોથી વાહનો નું નિર્માણ કરે છે. અને તે અનેક દેશોમાં કાર્યરત પણ છે. તેવામાં આ કંપની સુરક્ષા કારણો થી પણ લોકોમાં ઘણી લોકપ્રિય છે. લોકોને કંપની પર વિશ્વાસ છે. અને ટાટા કંપની પણ પોતાની દરેક ગાડીઓ ને આધુનિક સુવિધાઓથી સજ્જ રાખે છે. ઉપરાંત અનેક એવી વસ્તુઓ પણ પોતાની ગાડીઓમાં વાપરે છે કેજેના કારણે અકસ્માત સમયે ગાડીમાં સવાર લોકો સુરક્ષિત રહે.
જો વાત આ અકસ્માત અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે ગાડીનું ટાયર ફાટી ગયું છે. જો કે આમ શા કારણે થયું તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. પરંતુ અકસ્માત સમયે ગાડી ઘણી જ સ્પીડમાં હતી. અકસ્માત બાદ ગાડીનું આગળનું ટાયર પણ નીકળી ગયું હતું અને ગાડી પલ્ટી પણ ખાઈ ગઈ હતી. જો કે આ અકસ્માત માં ગાડીમાં સવાર લોકો સુરક્ષિત હતા અને એક ગાડી સવાર ને મામૂલી ઇજા પહોંચી હતી.
જો વાત ટાટા સફારી અંગે કરીએ તો આ ગાડી પ્લેટફોર્મ પર આધારિત છે. જેને લેન્ડરોવર ના D8 ના પ્લેટફોર્મ પરથી લેવામાં આવ્યું છે. ટાટા કંપની ડ્યુઅલ એરબેગ ઉપરાંત ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ હોલ્ડ કંટ્રોલ અને ટ્રેક્સન કંટ્રોલ અને રોલ ઓવર મિટિગેશન ઉપરાંત કોર્નીંગ સ્ટેબિલિટી કંટ્રોલ, બ્રેક ડિસ્ક વાઈપીન્ગ અને એન્ટી લોક બ્રોકિંગ જેવી અનેક વસ્તુઓ પ્રાપ્ત કરાવે છે.
જણાવી દઈએ કે કંપની હાલ 2 લીટર યુનિટ વાળું એક જ ડીઝલ એન્જીન આપે છે. કે જે 170 પીસી મહત્તમ પાવર અને 350 એનએમ પીક ટૉર્ક આપે છે. કે જે 6 ગેર મેન્યુઅલ કે ઓટોમેટિક ગેર બોક્સ સાથે જોડાયેલ હોઈ છે. હાલ કંપની હેરિયર માટે પેટ્રોલ એન્જીન પણ બનાવી રહી છે. ટાટા સફારી ની કિંમત 14.99 લાખ થી 23.19 લાખ છે.