Gujarat

દાદા નુ અનોખુ મંદીર જે 500 વર્ષ જુનુ છે અને રોજ અહી ચમત્કારીક….

Spread the love

જામનગરની સપડામાં આ પ્રાચીન મંદિર આવેલું છે.ત્યાં જમણી સૂંઢવાળા ગણેશજીનું સિધ્ધી વિનાયક મંદિર આવેલુ છે. રજાના દિવસોમાં અને ખાસ કરીને તો ગણેશ ચર્તુર્થીના દિવસે મોટી સંખ્યામાં ત્યાં ભકતો દર્શન કરવા આવે છે.સામાન્ય રીતે આપણે કોઈ ગણેશજીના મંદિરે જઈએ તો ત્યાં ગણેશજીના દર્શન ડાબી સુંઢ સાથે થતા હોય. ઘણા એવા મંદિર છે જ્યાં ગણેશના જમણી સુંઢવારા દર્શન થાય પરંતુ આવા મંદિર ખુબ જ ઓછા છે. જમણી સુંઢવાળા ગણેશજીને સિધ્ધી વિનાયકથી ઓળખવામાં આવે છે.જેનું મુખ્ય મંદિર મુંબઈમાં આવેલું છે જે સિધ્ધી વિનાયકનું છે.

એવું જ એક મંદિર જામનગરમાં પણ આવેલું છે. જામનગરથી આશરે ૧૬ કિમી દુર આવેલા કાલાવડ રોડ પર સપડામાં સિધ્ધી વિનાયક આ પ્રાચીન અને સુપ્રસિધ્ધ મંદિર આવેલું છે આવી જમણી સૂંઢવાળા ગણેશજી ના દર્શન માત્રથી ભક્તોની દરેક મનોકામના પુરી થાય છે અને ધન્યતાનો અનુભવ થાય છે એવું માનવમાં આવે છે કે આશરે ૫૦૦ વર્ષ પહેલા અહીં એક ગુર્જર સુતારના એક વ્યકિતને બાપા સપનામાં આવ્યા હતા અને તેમણે કહ્યું કે ડુંગર નજીક એક નદી આવેલી છે જે રૂપારેલના નામે ઓળખાય છે. તે નદીમાં હું છું.

જેને કાઢીને ડુંગર પરને અવાનૂ કહ્યું અને બાદમાં તેના બળદને લઈને મુર્તિ નદીમાંથી કાઢવામાં આવી હતી. અહીં સામાન્ય ભકતો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે.પરંતુ મંગળવારે ભકતોની ખુબ જ ભીડ રહે છે.વર્ષમાં ત્રણ મુખ્ય ઉત્સવની બઉ મોટી ઉજવણી કરવામાં આવે છે.જેમાં ભાદરવા માસની ચૌથના ગણેશ ચતુર્થીના અહીં મેળા ભરાય છે.લાખોની સંખ્યામાં ભકતો આવે છે. બીજી છે વૈશાખ ચૌથ,આ દિવસે અહીં મોટી સંખ્યામાં લોકો ત્યાંના ઉત્સવમાં જોડાય છે. અને ત્રીજી છે દિવાળી બાદના પ્રથમ રવિવારે અન્નકુટના દર્શન કરવા માટે લાખો ભકતો આવે છે.

આ સિદ્ધિ વિનાયકના મંદિર સાથે કેટલીક માન્યતાઓ પણ જોડાયેલી છે.ખેડૂતો પોતાના ખેતરના રહેલા પાકને ઉંદરથી રક્ષણ આપવા માટે માનતા રાખતા હોય છે.કહેવાય છે કે આસ્થા હોય ત્યાં પથ્થરો પણ પુજાય છે.આવું કંઈક અહીં જોવા મળે છે.અહીં એવું પણ માનવામાં આવે છે કે ડુંગર પરના કોઈ પથ્થરને લઈને તેને સીંદુર લગાવી ને પોતાના ખેતરમાં મુકવા થી પણ બધું સારું થાય છે અને પાકનું રક્ષણ થાય છે.

કહેવાય છે કે સપડાના ગણેશજી જ મનોકામનાપુર્ણ કરે છે તેવુ નથી. તેમના મુસક પણ ભક્તોની વાત સાંભળે છે અને મનોકામના પુરી કરે છે. કહેવાય છે કે અહી મુસકને કાનમાં પોતાની મનોકામના કહેવાથી તે ગણેશજી સુધી પહોંચે છે અને મનોકામના પુર્ણ કરે છે. તેમની મુર્તિ વિશેની પણ માન્યતા છે. ગણેશજીની મુર્તિ દર વર્ષે ચોખાના દાણા જેટલી વધે છે.અનેક ડુંગર પર કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલા મંદિર ભકિતમય વાતાવરણ પણ ભકતોની ખેંચી લાવે છે અને ભકતોની મનોકામના પુર્ણ કરતા ગણેશજીના દર્શન માટે ભક્તો વારંવાર આસ્થાભેર દોડી આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *