India

નવા વર્ષમા સોનું ખરીદવા ઇચ્છતા લોકો માટે રાહત ના સમાચાર આવનારા લગ્ન સમય માં સોનું રહેશે….

Spread the love

મિત્રો આપણે સૌ સોનું અને ચાંદી જેવી અમુલ્ય ધાતુઓ ખરીદવા માટે ઇચ્છા રાખતા હોઈએ છિએ. દેશના જ્યારે ફરી એકવાર લગ્ન સિઝન આવ્વા જઈ રહી છે. ત્યારે લોકો ની આવી અમુલ્ય ધાતુઓ ખરીદવા અંગેની માંગ પણ વધશે. તેવામાં લોકો સોના ચાંદી ના ભાવો ઘટે તેની રાહ જોતાં હોઈ છે. જો તમે પણ આવી જ રાહમાં છો તો આ અહેવાલ તમારાં માટે છે.

જો વાત પાછલા વર્ષ એટલે કે વર્ષ 2021માં સોનાની કિંમત અંગે કરીએ તો જણાવી દઈએ કે આ સમયગાળા માં સોનાનો ભાવ છેલ્લા લગભગ 6 વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં સોનાના ભાવો માં આશરે 4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જણાવી દઈએ કે હાલમાં સોનાની કિંમત રુપિયા 48000 ની આસપાસ છે. આ ભાવ સોનાની ઉચ્ચ સપાટી એટલે કે રૂ.56200 ની સપાટીથી રૂ. 8000 ઓછો છે.

આ ઉપરાંત જો વાત સરાફા બજારના નિષ્ણાતોના અભિગમ અંગ કરીએ તો તેમના મતે, જ્યારે સોનું 1800 ડોલર પ્રતિ ઔંસ થી નીચે હોઈ છે. તેવા સમયે સોનાની ખરીદી માં વધારો જોવા મળે છે. તેમના જણાવ્યા અનુસાર, એવી પણ અપેક્ષા છે કે આવતા ત્રણથી છ મહિનામાં સોનાની કિંમત 1880 થી 1900 ડોલર આસપાસ રહી શકે છે.

જો કે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ સમયે જે સોનાનો ભાવ છે તેના કારણે સોનું ખરીદવા માંગતા લોકો માટે આ એક મુલ્ય તક છે. આ ઉપરાંત હાલમાં પીળી ધાતુ મા રોકાણની સારી તક છે. આ ઉપરાંત થોડા સમય માટે વેપારીઓ દ્વારા સોનાની ખરીદી બાબતે 47800 થી 47900ની રેન્જ શ્રેષ્ઠ રેન્જ છે. જે પછી સોનાનો ભાવ 49300 થી 49500 રૂપિયા પ્રતિ ગ્રામ સુધી પહોંચી શકે છે.

જો વાત સોનાની અલગ અલગ ગુણવતા માટે તેના ભાવો અંગે કરીએ તો જણાવી દઈએ કે શુક્રવારના રોજ સોનાના 24 કેરેટ અને 10 ગ્રામ નો ભાવ 48083 રૂપિયા જોવા મળ્યો હતો, કે જે 23 કેરેટ માટે રૂપિયા 47890 હતો. જ્યારે વાત સોનાના 10 ગ્રામ અને 22 કેરેટ અંગે કરીએ તો તેનો ભાવ રૂપિયા 44044 જોવા મળ્યો હતો. કે જે 18 કેરેટ માટે રૂપિયા 36062 જયારે 14 કેરેટ માટે 28129 રૂપિયા હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *