India

રક્ષાબંધન આવતા પહેલા થયું એવું કે ચાર ભાઈઓ એ પોતાની બહેન ગુમાવી, પિયરપક્ષે ગંભીર આક્ષેપો લગાવ્યા પછી શું થયું તે જોવો..

Spread the love

સુરતમાં એક પરિણીતાનું મોત થયા બાદ તેના પિયરપક્ષના લોકોએ સાસરિયાવાળા પર દહેજનો આક્ષેપ લગાવ્યો છે. આ મામલે શારીરિક અને માનસિક ત્રાસ શારીરિક અને માનસિક સતામણી તેમજ આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે મૃતક પરિણીતા ચાર ભાઈની એકની એક બહેન હતી. નજીકના દિવસોમાં રક્ષા બંધન રક્ષાબંધન 2021 નો તહેવાર આવી રહ્યો છે ત્યારે ચાર-ચાર ભાઈઓએ એકની એક બહેન ગુમાવવાનો વારો આવ્યો છે.

સિંગણપોરમાં વિરપાર્ક સોસાયટીમાં રહેતી 24 વર્ષીય સરિતાબેન જયકુમાર પટેલસરિતાબેન પટેલ શુક્રવારે બપોરે પોતાના ઘરે સૂતા હતાં બાદમાં સાંજ સુધી ઊઠ્યા ન હતાં જેથી સાસરિયાવાળા તેને સારવાર માટે નવી સિવિલ હૉસ્પિટલ નવી સિવિલ હોસ્પિટલ માં લઇ આવ્યા હતાં અહીં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. ઘટનાની જાણ થતા પિયરિયાવાળા નવી સિવિલ હૉસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

તસવીરમાં દુલ્હનના ફોટોમાં જોવા મળતી પરિણીતાનું નામ સરિતા છે. અઢી વર્ષ પહેલા સરિતાના પરિવારે તેણીના રાજીખુશીથી લગ્ન કર્યાં હતાં. લગ્નના શરૂઆતના દિવસો સારા રહ્યા હતા જોકે બાદમાં સરિતા તેના પિયરના લોકોને ફરિયાદ કરવા લાગી હતી કે સાસરીવાળા અત્યાચાર કરી રહ્યા છે. સરિતાના લગ્ન અઢી વર્ષ પહેલાં જ વતન યુપીમાં થયા હતા. લગ્ન બાદ સરિતા સુરત પોતાના સાસરીમાં આવી હતી. પિયરના લોકોના કહેવા પ્રમાણે ચાર દિવસ પહેલા સરિતાનો ફોન આવ્યો હતો કે, મને અહીંથી લઈ જાઓ. મારી નણંદ સાસુ અને પતિ મને માનસિક હેરાનગતિ કરે છે ભાઈને કહો મને લઈ જાય. દીકરીના આવા ફોન બાદ પિયરના લોકો તેણીને તેડી ગયા હતા અને સમજાવીને પરત સાસરે મોકલી હતી.

આ કેસ મામલે સાસરિયા પર દહેજ માટે મારપીટનો આક્ષેપ સરિતાના પરિવારે કર્યો છે. સરિતાનું નવી સિવિલ હૉસ્પિટલમાં પેનલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલના તબીબોએ જરૂરી વીસેરા સેમ્પલ લીધા છે. વીસેરા રિપોર્ટ બાદ મોતનું કારણ જાણવા મળશે. મૃતક સરિતાના મોતનું સાચું કારણ વીસેરા રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે. ઝેરી દવા પીવાથી મોત થયું અથવા બીમારીથી મોત થયું તે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ કહી શકાશે. પ્રાથમિક તપાસમાં શરીર પર મોટી ઇજાના નિશાન નથી જોવા મળ્યા.

સમગ્ર કેસમાં પોલીસે જણાવ્યું કે મૂળ યુપીની જૌનપુરની વતની સરિતાના લગ્ન અઢી વર્ષ પહેલા વતનમાં જયકુમાર સાથે થયા હતાં. પતિ સંચાખાતામાં કામ કરે છે સરિતાના ભાઇઓના આક્ષેપને કારણે સાસરિયા પર શારીરિક અને માનસિક ત્રાસ અને દુષ્પ્રેરણાની ફરિયાદ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. પરિવારનું કહેવું છે કે, સાસરિયાના ત્રાસના કારણે સરિતાએ આત્મહત્યા કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *