રાજકોટમાં ભુમાંફીયાનો ત્રાસ! પોલીસતંત્ર પર લાગ્યા મોટા આરોપ મકાન ખાલી કરાવવા કર્યો હુમલો જયારે મહિલા ઓ સાથે કર્યું…
મિત્રો આપણેસૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી જાણે રાજમાં કાયદા વ્યવસ્થા કથળી હોઈ તેવું લાગે છે આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી આપણી આસ પાસ અનેક અમાનવીય અને આતંકી ઘટનાઓ બની રહી છે. જાહેરમાં લોકો હથિયાર લઈને આવે છે અને લોકોના ખૂન કરી નાખે છે.
જયારે અમુક લોકો પોતાનો અંગત લાભ સંતોષવા માટે અન્ય લોકોને હેરાન કરે છે અને સ્વાર્થ ખાતર અન્યની વસ્તુ પડાવી પડવાની પણ વૃતિ રાખે છે. હાલમાં જ્યાં એક તરફ રાજમાં હત્યાને લઈને બનાવો સામે આવ્યા છે તેવામાં ફેરી એક વખત રાજમાં ભૂમાફિયા નો ત્રાસ સામે આવ્યો છે.
જણાવી દઈએ કે રાજકોટ શહેરમાં યુનીવર્સીટી રોડ પાસે આવેલ કેન્સર હોસ્પિટલ સામે એક રાધા ક્રિષ્ના નામની સોસાયટી આવેલ છે. જણાવી દઈએ કે આ સોસાયટીમાં ૧૮ જેટલા મકાનો છે જેના પર ભૂમાફિયા ની નજર છે. જો વાત અહીના મકાનો અંગે કરીએ તો મકાનની કિમત ૭૦ થી ૮૦ લાખ છે જયારે આ ભુમાંફ્યા મકાનની ૧૮ લાખ જેટલી મામુલી રકમની ગણતરી કરી રહ્યા છે.
અને અહીના રહેતા લોકોને મકાન ખાલી કરવા જણાવી રહ્યા છે જો કે અહી રહેતા લોકો દ્વારા મકાન ખાલી ણ કરતા ગુસ્સે ભરાયેલા આ ભૂમાફિયા દ્વારા તેમના પર હુમલો કર્યો છે જણાવી દઈએ કે હુમલાની આ ઘટના કાલે રાતના ૧ વાગ્યાની છે કે જ્યાં ૫ જેટલા ભૂમાફિયા નાસાની હાલતમાં આવીને અહી રહતે લોકો પર હુમોલો કરો જે પૈકી એક રહેવાસીના માથા પર ગંભીર ઈજા થતા તેમનેસારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.
સ્થાનિકો સાથે વાત કરતા માલુમ પડ્યું કે આ ભુમાંફ્યા છેલ્લા ૩ થી ૪ વર્ષથી તેમણે હેરાન કરી રહ્યા છે જે પૈકી એક સ્થાનિક બ્રિજેશ ધુલેશિયા સાથે વાતમાં માલુમ પડ્યું કે હુમલામાં તેમના પિતાને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેઓ ICU માં છે. વધુમાં પોલીસ વિભાગ પર આરોપ મુક્ત તેમણે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી ફરિયાદ કરવા છતાપણ પોલીસ તંત્ર દ્વારા કોઈ કડક પગલા લેવામાં આવ્યા નથી.
ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું કે આ ભૂમાફિયા અહીની મહિલાઓ ની છેડતી પણ કરે છે જયારે પસાર થતા લોકોને મકાન વેચી દેવા માટે ધમકી પણ આપે છે. જેને લઈને અન્ય સ્થનિક દિવ્યરાજ બારોડે પણ જણાવ્યું કે પોલસ પાસે રક્ષણ માંગવા છતા ન મળતા આમારા પર આ હુમલો થયો છે. આ સમગ્ર મામલે DCP મનોહર સિહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા એક વર્ષથીજે પોલીસ બંદોબસ્ત હટાવવામાં આવ્યો હતો તેને ફરી મૂકી દદેવામાં આવ્યો છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.