Gujarat

શું તમે જાણો છો કેવી રીતે બન્યું ખોડીયાર માતાનું વાહન મગર? જાણો માતાજીના જન્મ વિશેની કથા

Spread the love

ભાવનગર જીલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળ ગ્રામ્ય વિસ્તારમા મામળ નામક એક ચારણ નિવાસ કરતો હતો. આ ચારાણ માલધારીપણુ કરી ને પોતાનુ ગુજરાન ચલાવતો હતો. આ ચારણ પુત્ર પર માતા સરસ્વતીની અસીમ મહેરબાની હતી. આ ચારણની જીભ પર સ્વયંભુ માતા સરસ્વતીનો વાસ હોવાને લીધે વલ્લભીપુરના મહારાજ શિલાદિત્યનો તે સૌથી પ્રિય હતો. તથા રાજદરબારમા સૌ તેને મામળદેવ તરીકે સંબોધિત કરતા. આ મામળદેવના જીવનસંગીની દેવળબા ખુબ જ ધાર્મિક તથા મૃદુ સ્વભાવ ના

એમના ઘર મા લક્ષ્મિ માતા સદાયને માટે બિરાજમાન રહેતા. પરંતુ , મામળદેવને મળતા અધિક માન-સન્માનથી ઘણા લોકો ખુશ ન હતા તથા તેમના મનમા મામળદેવ પ્રત્યે દ્વેષની લાગણી ઉદ્દભવી હતી. એક સમયે એવુ બન્યુ કે દ્વેષિલા વ્યક્તિ ઓ એ રાજાના મનમા એવુ ઠસાવી દીધુ કે, મામળદેવ નિઃસંતાન છે.

જે રાજ્ય માટે અહિતકારી છે તથા તેના નજીક રહેવાથી રાજ્ય ગુમાવી બેસશે. મહારાજ આ લોકોની વાતમા ફંસાઈને મામળને રાજસભા માથી ધૂતકારી મુક્યો. આ દ્રશ્ય મામળથી સહન નહોતુ થતુ. આ ઘટના બાદ બધા લોકો તેને મેણા-ટોણા મારવા લાગ્યા. મામળ આ અસહ્ય ઘટનાનુ વિવરણ જઈને પોતાની અર્ધાંગીનીને જણાવે છે.

મામળ આ કડવા વ્યવહારો સહન નહોતો કરી શકતો. અંતે તે પોતાની મૂંઝવણ લઈને મહાદેવના મંદિરે પહોચે છે ત્યા જઈને મહાદેવના ચરણોમા પોતાનુ મસ્તક નમાવી દ્રઢ નિર્ણય લે છે કે ,જો તેની વિનંતી પ્રભુ નહી સ્વિકારે તો તે પોતાનુ શીશ ભગવાનના ચરણોમા સમર્પિત કરી દેશે. આ જ ઘડીથી તે ભગવાનની અનન્ય ભક્તિમા ડૂબી જાય છે.

પરંતુ આટલી ઘોર તપસ્યા કરવા છતા પણ તેને કોઈ ફળની પ્રાપ્તિ થતી નથી. માટે તે કટારથી પોતાનુ શીશ પ્રભુના ચરણોમા અર્પણ કરવા જાય છે એટલા માજ પ્રભુ મહાદેવ તેમની ભક્તિથી ખુશ થઈને જણાવે છે કે પાતાળ લોકના નાગદેવતાની સાત પુત્રી અને એક નાગપુત્ર તમારે ત્યા જન્મ લેશે.

પ્રભુના આ વચનો સાંભળી મામળદેવ પ્રસન્ન મુખે પોતાના ઘેર પરત ફરે છે તથા તેમની અર્ધાંગીનીને આ આખા પ્રસંગ વિશે જણાવે છે. પ્રભુ મહાદેવના આદેશ મુજબ મહા સુદ આઠમને રવીવારના શુભ દિવસે આઠ પારણામા સાત નાગપુત્રી ઓ તથા એક નાગપુત્ર મનુષ્યરૂપે અવતરિત થયા.

આ સાત પુત્રીઓના નામ આવડ , જોગડ , તોગડ , બીજબાઈ , હોલબાઈ , સાંસાઈ અને સૌથી મોટી પુત્રી ભગવતી જગદંબા જાનબાઈ અને પુત્ર મેરલદેવ. આ બાળકોના જન્મના સમાચાર સાંભળી આખુ રોહિશાળા ગામ ખુશ-ખુશાલ થઈ ગયુ.

એક પ્રસંગ એવો બન્યો કે , મેરલદેવ ખેતરમા ખેતી કરતા હતાને ઝેરી સાપ તેમને પાછળથી આવી ને ડંખી ગયો. આ ઝેરને કાઢવા ઘણા નુસ્ખા ઓ અજમાવ્યા પણ કઈ ફેર ના પડ્યો. ત્યારે ઋષિમુનિ એ આ ઝેરનો તોડ બતાવ્યો કે પાતાળમા રહેલ નાગલોકનુ અમૃત જળ જો સુર્ય અસ્ત થયા પહેલા મેરલદેવને આપવામા આવે તો ઝેર ઉતરી શકે છે.

આ સમયે જાનબાઈ પાતાળલોક જાય છે અને તે અમૃત કળશ લાવે છે. પરંતુ , તે સમયે તેના પગમા ઠેસ લાગી જાય છે. જેથી તે બરાબર ચાલી શકતા નથી. જેથી તેમણે આ સફર પુર્ણ કરવામા મગરની મદદ લીધી હતી અને મેરલદેવનો જીવ બચાવ્યો હતો.

બસ આજ પ્રસંગોપાત જાનબાઈ માતા ખોડલ તરીકે આખા જગતમા પ્રખ્યાત થયા. તેમના વાહન તરીકે મગરને સ્થાન આપવામા આવ્યુ. આ ઉપરાંત એક પ્રસંગ એવો પણ છે છે કે રા’નવઘણના માતા સોમલદે ખોડીયાર માતાના ભક્ત હતા. તેમના આશિષથી જ રા’નવઘણનો જન્મ થયો હતો.

આથી રા’નવઘણ પોતાની બહેનની સહાયતા માટે યુદ્ધ ભુમિમા જઈ રહ્યા હતા ત્યારે તેમણે માતા ના મંદિરની નજીકથી ૨૦૦ મી. ઉંચાઈથી ઘોડો કુદાવ્યો છતા રા’નવઘણ કે ઘોડાને કોઈપણ જાતની હાની પહોચી નહી. ભાવનગર જીલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામમા આવેલ ખોડીયાર માતાના મંદિર ખુબ જ જાણીતુ છે જે ભાવનગરથી ૧૭ અને સિહોર થી ૪ કી.મીના અંતરે આવેલુ છે જ્યા તાતણીયો ધરો પણ છે જેના લીધે માતા ધુરાવાળા ખોડીયાર તરીકે પણ પ્રસિદ્ધ થયા

રાજકોટ જિલ્લા ના વાંકાનેર તાલુકા ના માટેલ ગામ મા પણ માતા નુ અજોડ મંદિર સ્થાપિત છે. ઊંચા શિખરો પર આવેલ આ મંદિર માતા નુ જૂનુ સ્થાનક છે તથા આવડ , ખોડીયાર , હોલબાઈ , બીજબાઈ ની પ્રતિમા ઓતથા પીલુડી નુ ઝાડ આવેલ છે. અમરેલી જીલ્લા ના ધારી ગામ ના શેત્રુંજી નદી ના કાઠે પણ માતા બિરાજમાન છે જ્યા ઊંડા પાણી નો ધરો હોવા થી ગળધરો તરીકે ઓળખાય છે. આ ઉપરાંત કાગવડ તથા ભાયાવદર મા પણ માતાજી ના સ્થાનકો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *