National

સોના અને ચાંદી ના ભાવમાં થયો એવો ફેરફાર કે ખરીદનાર લોકોમા ખુશી નો માહોલ જાણો નવા ભાવ…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલ માં લગ્ન ની સિઝન છે આ સમયગાળા માં અનેક લોકો પોતાના જીવન સાથી સાથે જોડાઈ જશે. લગ્નના આ સમયગાળા મા લોકો દ્વારા સોના અને ચાંદીની ધાતુઓ અંગે ની માંગ માં પણ વધારો જોવા મળે છે. આપણે સૌ જાણીએ છિએ કે આ સમય માં સોના અને ચાંદી ની માંગ માં ઘણો વધારો જોવા મળે છે.

આપણે સૌ જાણીએ છિએ કે આ બંને ધાતુઓ કેટલી મુલ્યવાન છે. જેના કારણે લોકો આવી ધાતુઓ ખરીદવાનો આગ્રહ રાખતા હોઈ છે. જો કે આ બંને કિંમતી ધાતુઓ ના મુલ્ય ઘણા ઉચા હોઈ છે. જેના કારણે દરેક વ્યક્તિ તેને ખરીદી શકતી નથી. અને સોના ચાંદીના ભાવો ઘટે તેની રાહ જુએ છે. જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવા ની રાહ માં છો તો આ અહેવાલ તમારાં માટે છે.

જણાવી દઈએ કે આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ ના જણાવ્યા પ્રમાણે, સોના ના ભાવમાં આજે દસ ગ્રામ માટે સોનું રૂપિયા 44 નો ઘટાડો જોવા મળ્યો છે. સોના માં થયેલ આ ભાવ ઘટાડા ના કારણે હાલ સોનાના 10 ગ્રામની કિંમત રૂપિયા 47831 જોવા મળી છે. આ અગાઉ સોનાનો ભાવ 47875 રૂપિયા પ્રતિ દસ ગ્રામ માટે જોવા મળ્યો હતો.

જો વાત બીજી અમૂલ્ય ધાતુ એટલે કે ચાંદી અંગે કરીએ તો સોના થી વિરુદ્ધ આજે ચાંદી ની ચમક માં વધારો જોવા મળ્યો હતો. જેના કારણે ચાંદી નો ભાવ દરેક કિલો માટે 145 રૂપિયા વધેલો જોવા મળ્યો હતો. આ ભાવ વધારા ના કારણે ચાંદી દરેક કિલો માટે 61137 રૂપિયા નોંધાય છે. આ પહેલા એટલે કે સોમવારે ચાંદી નો ભાવ 60992 રૂપિયા જોવા મળ્યો હતો.

જો વાત સોના ના અલગ અલગ શુદ્ધતા ના ભાવો અંગે કરીએ તો જણાવી દઈએ કે આજે 24 કેરેટ અને 10 ગ્રામ લ્ સોનાનો ભાવ 47831 રૂપિયા રહ્યો હતો. જયારે 10 ગ્રામ અને 23 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 47639 જોવા મળ્યો છે, આ ભાવ 22 કેરેટ માટે રૂપિયા 43813 જ્યારે 18 કેરેટ માટે રૂપિયા 35873 જોવા મળ્યો છે. જયારે વાત 14 કેરેટ અને 10 ગ્રામ સોના ના ભાવ અંગે કરીએ તો તેનો ભાવ રૂપિયા 27981 જોવા મળ્યો છે.

જો વાત વિશ્વ બજાર માં સોના અને ચાંદીની ચમક અંગે કરીએ તો જણાવી દઈએ કે અહીં સોનાની ચમક માં વધારો જોવા મળ્યો છે. જણાવી દઈએ કે યુએસમાં સોનું 0.78 ડોલરના વધારા સાથે 1781.69 ડોલર પ્રતિ ઔંસના દરે ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે વાત ચાંદી અંગે કરીએ તો તેમાં 0.06 ડોલરના વધારા સાથે 22.45 ડોલર પ્રતિ ઔંસના સ્તરે કારોબાર કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *