Viral video

ગુરુકુલના 1000 બાળકોએ સાથે મળીને શ્રી રામજીની અનોખી રીતે ભક્તિ કરી! જુઓ વીડિયો…..

Spread the love

જગતભરમાં પ્રભુ શ્રી રામના આગમનની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે. દરેક સનાતનીઓ શ્રી રામમય બન્યા છે તેમજ દેશ – વિદેશમાં હર્ષો ઉલ્લાસ સાથે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે ધાર્મિક કાર્ય અને પ્રવુતિઓ થઇ રહી છે, ત્યારે શ્રી રામજી પ્રત્યેની અતૂટ ભક્તિ ચોતરફ ફેલાય રહી છે, જેનું ઉત્તમ પ્રતીક બન્યા છે ગુરુકુલના વિધાર્થીઓ.આ બાળકોની શ્રી રામ પ્રત્યેની અતૂટ ભક્તિ જોઈને તમે પણ દિવ્યતા અનુભવશો. આપણે જાણીએ છે કે, ગુરુકુલ બાળકોને વિદ્યા સાથે સદ્‌વિદ્યા અને બ્રહ્મવિદ્યા પ્રદાન કરે છે.જેથી બાળકના જીવનનું શ્રેષ્ઠ ઘડતર થાય.

ગુરુકુલએ આપણી પ્રાચીન પરંપરા છે, ગુરુકુલ થકી સ્વયં શ્રી રામ અને કૃષ્ણ ભગવાને પણ ગુરુ મહર્ષિ વિશ્વમિત્ર અને ગુરુ મહર્ષિ સાંદીપનિ પાસેથી શ્રેષ્ઠ જીવનનું ઘડતર કર્યુ હતું. આજના યુગમાં પણ એજ પરંપરાના ભાગ રૂપે ગુરુકુલના વિધાર્થીઓમાં સંસ્કારનું સિંચન તો કરવામાં આવે છે, સાથોસાથ વિધાર્થીઓમાં રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા ભાવ અને ધર્મ પ્રત્યે આસ્થા કેળવવામાં આવે છે.

આપણા ભારત દેશમાં 500 વર્ષ બાદ જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યા પધારી રહ્યા છે, ત્યારે તે દિવ્ય પ્રસંગની ઘડીને વધાવવા અને શ્રી રામ ભક્તિમાં લીન થવા માટે જૂનાગઢ શહેરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન શાખા: જ્ઞાનબાગ-જૂનાગઢ ખાતે 1000 વિધાર્થીઓ અને સંતોએ સાથે મળીને ‘ શ્રી રામ આયેંગે ‘ સ્વાગત ભજન ગાવામાં આવ્યું.

ગુરુકુલના 1000 વિધાર્થીઓએ સાથે મળીને તાળીના તાલે અને એક સ્વર સાથે ” શ્રી રામ આયેંગે ” સ્વાગત ભજન ગાઈને ગિરનારની ગોદમાં શ્રી રામનું નામ ગુંજવીને એક દિવ્ય ક્ષણ રચી હતી, આ દિવ્ય ક્ષણને નિહાળવી તે સ્વયં શ્રી રામજીના સાક્ષાત દર્શન સ્વરૂપ સમાન છે કારણ કે બાળકો તો સ્વયં ભગવાનનું સ્વરૂપ હોય છે. જ્યારે તમે બાળકોએ ગાયેલું આ દિવ્ય ભજન નિહાળશો ત્યારે તમને પણ એક-એક બાળકના ચહેરા પર શ્રી રામની અતૂટ ભક્તિનું તેજ નિહાળશો. શ્રી રામ પ્રત્યેની અતૂટ ભક્તિ બદલ ગુરુકુળના વિધાર્થીઓને વંદન કરીએ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ  વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *