11-000 કે.વી. હાઈ વોલ્ટેજ વાળા વાયર પર યુ.પી ના યુવાને દેખાડ્યા કરતબો છતાં પણ તેને કાંઈ ન થયું. કારણ કે, જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ક્યારેક ક્યારેક એવા સ્ટંટ ના વિડીયો વાયરલ થતા હોય છે કે જેને જોઈને લોકો ની તો આંખો પહોળી થઈ જતી હોય છે. ક્યારેક ભારતમાં વસતા લોકો પણ આવા સ્ટન્ટ ના વિડીયો વાયરલ કરતા હોય છે. પરંતુ ક્યારેક સ્ટન્ટ કરવાના ચક્કરમાં ને ચક્કરમાં પોતાનો જીવ પણ ગુમાવી બેસતા હોય છે.
એવો એક વિડીયો હાલ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્ય થી સામે આવેલો છે. જેમાં એક યુવક એક વીજળીના તાર ઉપર ચઢીને એવા એવા કર્તાબો દેખાડતો હતો કે જેને જોઈને તો લોકોની આંખો જ ફાટી ગઈ હતી. આ વિડીયો ઉત્તર પ્રદેશ રાજ્યના જિલ્લાના પીલીભાત ના અમર્યા નગરના મુખ્ય બજારનો છે. જ્યાં એક યુવક 11,000 કેવી હાઈ વોલ્ટેજ યુનિટના એક વાયર ઉપર ચડી ગયો હતો અને વાયર ઉપર ચડીને સ્ટંટ કરતો હતો.
પરંતુ સદ નસીબે જાણવા મળ્યું હતું કે આ યુવાન જે વાયર ઉપર ચડ્યો હતો તે વાયરમાં વરસાદને કારણે વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. જેનાથી તે યુવાન બચી ગયો હતો. આ યુવાનને જોઈને લોકો તેની નીચે એકઠા થઈ ગયા હતા અને યુવાનને સમજાવટની કોશિશ કરી રહ્યા હતા અને લોકોએ વિજ વિભાગને જાણ કરી દીધી હતી કે તે લોકો વીજપુરવઠો ચાલુ ન કરે અને તે માણસ લટકતો હતો ત્યારે અમુક લોકોએ નજીક જઈને તેને નીચે ઉતાર્યો હતો.
Pilibhit black Amriya me man 11000 volt light ke tar pe for losing his job pic.twitter.com/Rwtq6N1mmI
— Irshad Khan (@IrshadK54670394) September 26, 2022
જાણવા મળ્યું કે આ વ્યક્તિ નું નામ નૌસાદ છે કે જે બજારમાં પોતાની કારમાં બંગડીઓ વેચવાનું કામ કરે છે. આમ આ વિડીયો શેર થતા ની સાથે જ લોકો પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે અને આવા સ્ટંટ ન કરવા આ યુવાન ને સલાહ આપતી કોમેન્ટો કરી રહ્યા છે. આવા અનેક વિડીયો આપણે ખાસ તો મેળામાં જોયા હશે કે જ્યાં મોતના કૂવામાં અમુક સ્ટંટ બાજો પોતાની ગાડીઓ વડે કરતબો બતાવતા હોય છે અને ક્યારેક જીવ પણ ચાલ્યા જતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!