India

15 થી 17 વચ્ચે આ રાજય મા વાવાઝોડા ની શક્યતા…

Spread the love

મિત્રો આપડે સૌ જાણીએ છીએ છેલ્લા ઘણા સમય થી સમગ્ર દેશ માં અનેક સ્થળો પર વરસાદ જોવા મળિયો છે મેઘ રાજા જાણે પ્રસન્ન થયા હોય તેવું લાગે છે. તેને કારણે દેશમાં ઘણી જગ્યાએ સાવ સૂકા પડી ગયેલ ક્ષેત્રો હવે ફરી લીલા છમ થઇ ગયા છે,જોકે હાલ દેશના ઘણા રાજ્ય માં વરસાદે સત્તાવાર રીતે વિદાઈ લીધી છે ત્યારે દેશમાં ઘણા રાજ્ય એવા છે જ્યાં હજુ પણ વરસાદ નું પ્રમાણ જોવા મળે છે. ઘણી જગ્યાએ આ વરસાદ ની પાછળનું કારણ દરિયામાં ઉદ્બભવતો ચક્રવાત છે.

તેવોજ એક ચક્રવાત હાલ બંગાળ ની ખાડીમાં પણ જોવા મળી રહીયો છે. જેને કારણે ઝારખંડ માં વરસાદ અને વાવાઝોડા ને લઇ હવામાન વિભાગે મોટી જાહેરાત કરી છે. તો ચાલો સમગ્ર માહિતી વિસ્તારથી સમજીએ. ઝારખંડ માં ફરી એકવાર ચક્રવાતની અસર જોવા મળશે બંગાળ ની ખાડી માં ઉદભવેલ આ ચક્રવાત 15 ઓક્ટોબર થી રાજ્યમાં અસર ઉપજાવશે જેને કારણે રાંચી હવામાન વિભાગે અહીં યેલો એલર્ટ જાહેર કરીયું છે.

બંગાળ ની ખાડી માં ઉદ્ભવેલ ચક્રવાત ના કારણે ઝારખંડ ના હવામાન માં ફેર-ફાર થવાની આશંકા છે. ઝડપી પવન અને ભારે વરસાદ ને કારણે હવામાન વિભાગે અહીં યેલો એલર્ટ જાહેર કર્યું છે. સાથેજ લોકો ને સતર્ક રહેવા પણ જાણ કરી છે જો હવામાન વિભાગ ની માનીએ તો આ ચક્રવાત ની અસર રાજ્યમાં 15 ઓક્ટોબર થીજ જોવા મળશે જેમાં પવન ફુંકાવવા ની સાથો સાથ વરસાદ પાડવાની પણ સંભાવના છે આ વાવાઝોડાની અસર રાજ્યમાં 17 ઓક્ટોબર સુધી જોવા મળશે જોકે આજ વખતે બંગાળ ની ખાડીમાં અવાર નવાર ઉદ્ભવતા ચક્રવાત ને કારણે ઝારખંડ માં આજ વખતે સારો વરસાદ જોવા મળિયો છે

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *