બૉલીવુડ જગતમાં ફાટી પડયા દુઃખના વાદળો ! 3 ઇડિયટસ ફિલ્મના આ જાણીતા કલાકારનું 58ની વયે નિધન થયું…કિચનમાં કામ કરતા હતા ત્યાં
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો બૉલીવુડ જગતમાંથી અનેક એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે જેને લઈને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજી ફરી વળતું હોય છે એવામાં અનેક એવી ખબરો સામે આવી રહી છે જેમાં છેલ્લા થોડાક દિવસોથી બોલીવુડના ઘણા મોટા મોટા કલાકારો કે ગાયકોના નિધનની ખબરો સામે આવી રહી છે, એવામાં હાલ ફરી એક વખત બૉલીવુડ માટે દુઃખના સમાચાર સામે આવ્યા છે.
તમે મિત્રો 3 ઈડિયટ્સ તો ફિલ્મ જોઈ જ હશે, જેમાં લાઈબ્રેરીયનની ભૂમિકા ભજવનાર દુબે સર હોય છે જેને ઉલ્લુ બનાવીને સ્પીચ બદલી નાખવામાં આવતી હોય છે, આ સીન તો તમને દરેકને યાદ જ હશે. તો મિત્રો 3 ઈડિયટ્સમાં ડૂબે સરનું પાત્ર ભજવનાર અખિલ મિશ્રાનું હાલ નિધન થયું છે, ખબરો અનુસાર જાણવા મળ્યું છે કે અખિલ મિશ્રા જયારે કિચનની અંદર કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ તેઓનો પગ લપસ્યો હતો જેને લીધે તેઓ નીચે પડતા મૃત્યુ પામ્યા છે.
58 વર્ષની ઉંમરમાં આ કલાકારનું નિધન થતા આખું બૉલીવુડ જગત શોકાતુર બની ગયું છે જયારે તેઓના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું,અખિલ મિશ્રાની પત્નીનું નામ સુજૈન બર્નટ છે જે એક જર્મન એક્ટ્રેસ છે એવામાં જયારે આ ઘટના ઘટી ત્યારે સુજૈન હૈદરાબાદ હોવાનું જાણવા મળેલ છે,એવામાં અખિલ મિશ્રાની મૃત્યુની ખબર સાંભળતાની સાથે જ સુજૈન પરત ફરી હતી હાલ તો અભિનેતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દેવામાં આવ્યો છે.
અખિલ મિશ્રાએ 3 ઈડિયટ્સ ફિલ્મથી ઘણી સારી એવી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હતી, એટલું જ નહીં તેઓ બીજી અનેક ફિલ્મોમાં દેખાય હતા જેમાં ‘ડોન’,’ગાંધી’,’માઈ ફાધર’,’શિખર’,’કમલી કી મૌત’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા હતા તથા નાના પરદા પર તેઓએ ઉતરન,ઉડાન,સીઆઇડી અને હાતીમ જેવા ટીવી શોમાં કામ કર્યું હતું, એવામાં તેઓનું નિધન થતા તેમના પરિવાર પર જાણે દુઃખનો પહાડો ફાટી પડ્યો હોય તેવી સ્થિતિ બની છે.
અખિલ મિશ્રાની નિધનની ખબર સુજૈનને મળતા તેને ભારે આક્રંદ કરતા કહ્યું હતું કે “મારો જીવન સાથી ન રહ્યો, હું બિલકુલ તૂટી ગઈ છું.”ભગવાન અખિલ શર્માના આત્માને શાંતિ આપી તેવી પ્રાર્થના સહ.ૐ શાંતિ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.