એક વાહન ની ટક્કર થી બચેલ પરિવાર ને ફરી એક ટેન્કરે ટક્કર મારી અને 3 લોકો ના કમકમાટી ભર્યા થયા મોત.
રોડ અકસ્માત ના કિસ્સાઓ વારંવાર બનતા જ હોય છે. લોકો ને માથે અજાણતી મુસીબત આવી ચડે છે. લોકો એ ધાર્યું પણ નો હોય તે રીતે મહામુસીબતો આવી પડે છે. ક્યારેક એક જ પરિવાર ના એક સાથે ઘણા લોકો ના મોત થતા પરિવાર ને માથે આભ ફાટે તેવી મહામુસીબતો આવી પડે છે. એવી જ એક ઘટના આબુ રોડ પર રાજસ્થાન ની સામે આવેલી છે.
આબુ રોડ પર ના રાજસ્થાન માં એક રોડ એક્સીડંટ માં એકસાથે 3 લોકો ના મૃત્યુ થયા છે. પરિવાર ના મોત થતા પરિવાર ના માથે અંણધારી મુસીબત આવી પડી છે. આખો પરિવાર કોઈ પ્રસંગે જય રહ્યો હતો તે દરમિયાન તે લોકો જે ગાડી માં સવાર હતા તે ગાડી ને એક અજાણ્યા વાહને ટક્કર મારી હતી. અને અજાણ્યા વાહન ટક્કર મારી ને ગાડી ચાલક ફરાર થય ગયો હતો.
ગાડી ને ટક્કર લાગયા બાદ પરિવાર ના સભ્યો ને કોઈ ઇજા થઇ ન હતી પણ બાદ માં આખો પરિવાર પોતાની ગાડી માંથી બહાર સહીસલામત સ્થળે બહાર આવી ગયો આખો પરિવાર જે સ્થળે ઉભો હતો તે સ્થળે અચાનક જ એક ટેન્કર આવ્યુ અને પરિવાર ના સભ્યો સાથે ટકરાય ને ટેન્કર જતું રહ્યું. ટેન્કર ના અથડામણે પરિવાર ના એકસાથે બે સભ્યો ને અથડાતા બે લોકો ના ઘટના સ્થળે જ મોત થયા હતા અને એક સભ્ય નું સારવાર દરમિયાન મોત થયું હતું.
બાદ માં સિહોરી પોલીસ ને જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અન્ય ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. 3 લોકો માં કમકમાટી ભર્યા મોત થતા પરિવાર દુઃખ ના દરિયામાં ગરકાવ થઈ ગયો છે.