તાપી- પત્ની ને સળગાવ્યા બાદ પતિ પણ સળગી ઉઠયો.૧૭ વર્ષ નો પુત્ર થયો નોંધરો…જાણો પૂરી ઘટના.

ભારત માં અવારનવાર આપઘાત ના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. કોઈ વ્યક્તિઓ કોઈ ને કોઈ કારણો સર આપઘાત કરતા હોય છે. વ્યક્તિ આપઘાત કરી બેસે ત્યારે બાદ તેના પરિવાર ને ભોગવવાનો વારો આવે છે. ભારત અને ગુજરાત માં અવારનવાર આપઘાત ના કેસો સામે આવે અને એમાં ક્યારેક એવા કેસો આવે છે કે પોલીસ માટે પણ કેસ ની કડી સુધી પહોચવું મુશ્કિલ થય પડે છે.

એવી જ એક ઘટના ગુજરાત ની સામે આવી છે જેમાં એક પતિ એ તેની પત્ની ને સળગાવી ને પોતે પણ આપઘાત કરી લીધો છે. આખી ઘટના એ લોકો ને હચમચાવી દીધા છે. હજુ સુધી મૃત્યુ ના કારણ ની જાણ થય શકી નથી. તાપી જિલ્લા માં વાલોડ તાલુકામાં પંચાયત વિભાગ માં કામ કરતી મહિલા ઓફિસર જેનું નામ મયુરિકા અનિલ પટેલ છે. અને તેનાં પતિ અનિલ પટેલ ઉરછલ ની ગવાણ પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ની ફરજ બજાવે છે.

અનિલ પટેલ મંગળવારે પોતાની પત્ની ની ઓફિસે આવીને તેની પત્ની પર કોઈ જ્વલનશીલ પદાર્થ નાખી ને તેને સળગાવી હતી અને ત્યારબાદ તે પોતે પણ સળગી ને આત્મહત્યા કરી હતી. આ વાત ની જાણ મયુરિકા ના સહકર્મચારી ને થતા બધા બચાવવા દોડી આવ્યા હતા પણ અનિલ પટેલ તેની સામે આવી જતા બચાવવું અઘરું થય પડ્યું હતું છતાં પણ સહકર્મચરીઓ એ હિંમત કરીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ અંતે તો બન્ને મોત ને ભેટ્યા હતા.

મયુરીકા અને અનિલ પટેલ ના લગ્ન ૨૦૦૪ માં થયા હતા. અનિલ પટેલ અને મયુરિકા પટેલ ને ૧૭ વર્ષ નો મનન નામનો પુત્ર છે મનને હાલમાં જ ૧૨ માં ધોરણ ની પરીક્ષા આપી હતી. તેને આ બનાવ ની જાણ થતાં તે ત્યાં આવી ગયો હતો તેના માતા પિતા ને મૃત જોતા તે પણ બેભાન હાલત માં આવી ગયો હતો બાદ માં તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ૧૭ વર્ષીય મનને માતા પિતા ની છત્રછાયા ગુમાવ્યા બાદ હવે નોંધરો થય ગયો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.