5000 વર્ષ થી બિરાજમાન છે માતા અર્બુદા દેવી, કેવી રીતે થાય છે મનોકામના પુરી, જાણો મહત્વ….
ભારત માં અનેક મંદિરો આવેલા છે અને તેની અંદર દેવી દેવતાઓ ની પૂજા કરવામાં આવે છે. દરેક મંદિર ની સાથે અનેક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે. ભક્તો દૂર દૂર થી દર્શન કરવા જતા હોય છે. એવું જ એક રાજસ્થાન માં આવેલું માતા નું મંદિર. રાજસ્થાન ના એક પહાડ પર ની ટેકરી પર માં અર્બુદા દેવી નું મંદિર આવેલ છે.
કહેવાય છે કે આ સ્થાને માતા પાર્વતી માતા નો અંગ પડ્યો હતો. આથી અહીં શક્તિપીઠ ની સ્થાપના કરવામાં આવેલ છે. માતા અર્બુદા દેવી નું મંદિર રાજસ્થાન ના માઉન્ટ આબુ થી 3 કિલોમીટર દૂર આવેલું છે. અહીં માતા ની પૂજા કાત્યાયની દેવી તરીકે કરવામાં આવે છે. કહેવાય છે કે અર્બુદા દેવી કાત્યાયની દેવી નું સ્વરૂપ છે.
નવરાત્રી ના દિવસો માં અહીં ખાસ ભક્તો ની ભીડ રહે છે. માં ના ભક્તો દૂર દૂર થી દર્શને આવે છે. આ મંદિર ને બીજા અધર દેવી ના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ઉપર પહોંચવા માટે 350 જેટલા પગથિયાં ચડી ને જવું પડે છે. આ મંદિર એક ગુફા ની અંદર આવેલ છે અને તેમાં સતત જ્યોત પ્રજ્વલિત થતી રહે છે. માતા ના દર્શન કરવા લોકો દૂર દૂર થી આવે છે. માતા ના દર્શન થી બધા ભક્તો ની મનોકામના પુરી થાય છે.
મંદિર માં માં ના ચરણપાદુકા આવેલા છે. માતા સાથે ની એક દંતકથા જોડાયેલી છે જે અનુસાર દેવતાઓ એ માતા પાસે બસકાલીથી છુટકારો મેળવવા માટે માતા પાસે વરદાન માંગ્યું હતું. અને ત્યારથી માતા ના ચરણો ની પૂજા થાય છે. માતા ના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.