GujaratIndia

41 વર્ષની પૂર્વી શાહે ઘણી જ મુશ્કેલ ગણાતી ટ્રાયથલોનને પુરી કરી અને પરિવાર અને અનેક લોકો માટે પ્રેરણા સમાન બન્યા આ ઘટના….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી એ કુદરત ની ઘણી જ અણમોલ રચના છે. જેના કારણે વ્યક્તિ પોતે જે ધારે તે કરી શકે છે. પરંતુ તે માટે તેનામાં ફક્ત ઈચ્છા શક્તિ અને પોતાના કામ પ્રત્યે લગન હોવી જોઈએ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરવાનું વિચારી લે અને તે બાદ તે અંગે યોગ્ય મહેનત કરવા લાગે તો તે મુશ્કેલ થી મુશ્કેલ પરિણામો પણ આસાનીથી હાંસલ કરી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં મહેનત કરનાર લોકોને સફળતા જરૂર મળે જ છે.

આ માટે વ્યક્તિમાં ફક્ત ઈચ્છા શક્તિ હોવી જોઈએ પછી તેને નાતો ઉમર નડે છે. કે નાતો જાતિ નડે છે. કે પછી પોતે ક્યાંથી આવે છે તે નડે છે. તેનામાં ફક્ત પોતાના લક્ષને પુરા કરવાની એકાગ્રતા હોવી જોઈએ. હાલ આવોજ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક મહિલાએ ઘણીજ મુશ્કેલ ગણાતી ટ્રાયથલોન ને પુરી કરી છે અને મહિલાઓ ઉપરાંત અનેક લોકો માટે પ્રેરણા સમાન બન્યા છે. જો આ બાબત અંગે વિસ્તારથી વાત કરીએ તો તે આ પ્રમાણે છે.

જણાવી દઈએ કે આ મહિલાનું નામ પૂર્વી શાહ છે અને તેઓ 41 વર્ષના છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે તેઓ ચાર્ટડ એકાઉન્ટટ અને સાથો સાથ ઓપ્ટિમાઇઝડ સોલ્યુસન લિમિટેડ ના સહ સ્થાપક પણ છે. હાલમાં જ તેમણે ઘણી જ મુશ્કેલ ગણાતી આયર્નમેન ટ્રાયથલોન પુરી કરી છે. આ ઉપલબ્ધી તેમની પહેલા અન્ય 3 ભારતીઓએ હાંસલ કરી છે. જો કે તમને જણાવી દઈએ કે પૂર્વી શાહ આ સિધ્ધિ હાંસલ કરનાર અમદાવાદ ના પહેલા મહિલા બન્યા છે. જો વાત ટ્રાયથલોન અંગે કરીએ તો તે મેક્સિકોના કોઝુમેલ માં તેનું આયોજન કરવામાં આવે છે.

જયારે વાત પૂર્વી શાહ અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે તેઓ ચાર્ટડ એકાઉટંટ છે અને પોતે એક સંસ્થાના સહ સ્થાપક પણ છે તેઓ પોતે 41 વર્ષ ના છે અને તેમને બે સંતાનો પણ છે. જો વાત તેમના બાળપણ અને તેમના અભ્યાસ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ બાળપણથી જ અભ્યાસમાં ઘણા હોશિયાર હતા આ ઉપરાંત તેમને સ્વિમિંગ અને જુડોનો પણ શોખ હતો. તેમણે આ રમતોમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ રમત રમેલ છે. પરંતુ બાદ માં વધુ અભ્યાસ અને કારક્રિદીને લીધે તેમનો રમત અંગેનો રસ ઘટી ગયો.

પરંતુ ફરી એકવાર તેમણે પોતાની રમત અંગેની રુચિ જાગૃત કરી અને વર્ષ 2015 માં પિંકેથોન મેરેથોન માં ભાગ લીધો ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમને પોતાના શરીર પર ઘણું કામ કરવાની જરૂર છે. જે બાદ તેમણે વર્ષ 2016 માં યોજાયેલ હાફ મેરેથોન માટે સ્વીમીંગ અને સાઈકલિંગ ઉપરાંત અન્ય વસ્તુઓ અંગે ઘણી જ મહેનત શરુ કરી. આ બાદ તેમણે આયર્નમેન ચેમ્પિયનશિપ માં પણ ભાગ લીધો અને તેને 14.40 કલાક માં પૂર્ણ કરીને અમદાવાદ અને પોતાના પરિવાર માટે ગર્વની લાગણી જન્માવી. આ બાબત પરથી સ્પષ્ટ થાય છેકે જયારે માનવી પોતે મનમાં નક્કી કરીલે છે કે કંઈક કરવું છે અને તે અંગે મહેનત કરે તો તે નક્કી કરેલ લક્ષયાંક સુધી પહોંચી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *