GujaratIndia

ગુજરાતી વાસીઓ આવા ઓનલાઈન સ્કેમર્સથી બચજો!!યુવકે ઓનલાઇન મંગાવ્યો I Phone 11 પણ બોક્સ ખોલ્યું તો અંધારા અવી ગયા…

Spread the love

જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર ઓનલાઈનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
હાલમાં જ એક એવો બનાવ બન્યો છે કે દરેક ગુજરાતી વાસીઓ આવા ઓનલાઈન સ્કેમર્સથી બચજો!!યુવકે ઓનલાઇન મંગાવ્યો I Phone 11 પણ બોક્સ ખોલ્યું તો અંધારા અવી ગયા. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ.

આઈ.એમગુજરાતના અહેવાલ પ્રમાણે રાજકોટ શહેરમાં રહેતા 28 વર્ષીય શાહરુખ મકરાનીએ ફેસબુક સ્ક્રોલ કરતા કરતા જોયું હતું કે માત્ર 11 હજાર રૂપિયામાં તો બ્રાન્ડ ન્યૂ iPhone 11 આપવામાં આવે છે. યુવાને તાત્કાલિક ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હતું.

પાર્સલ જ્યારે ઘરે આવ્યું અને યુવાને બોક્સ ખોલતા તેના પગ નીચેથી જમીન ખસકી ગઈ . યુવાને જણાવેલ કે તેને ફેસબુક પર જયદીપ ઓફિશિયલ કરીને ID હતું તે ડિલર સાથે શાહરુખે વાતચીત કરી હતી. આ દરમિયાન તેણે જણાવ્યું કે બધુ બરાબર જ છે અને જેન્યુઅન પ્રોડક્ટ જ હું સેલ કરું છું. ત્યારપછી એની સાઈટ વિઝિટ કરવા કહ્યું અને કયા કયા મોડલ તેની પાસે છે એ જણાવ્યા હતા.

ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હતું. તેને મેસેજ આવ્યો કે પાર્સલ આવી ગયું છે. તેને પાનનાં દુકાનદાર પાસેથી લેવાનું છે. ત્યારે તે ત્યાં પહોંચ્યો અને બીજા 1500 રૂપિયા પાનની દુકાન વાળાને આપી દીધા હતા.

જોકે શાહરુખ ઉત્સકુ હતો કે તેનો iPhone આવી ગયો છે. જેથી કરીને તેણે પાન પાર્લરથી દૂર જઈને આ પાર્સલ ખોલી દીધું હતું. iPhone તો નથી પરંતુ બોડી સ્પ્રે છે. પોલીસ સ્ટેશનમાં જઈને FIR નોંધાઈ દીધી અને તે વેબસાઈટના માલિક અને ફોન નંબર અંગે પણ જાણ કરી દીધી હતી.જયદીપે અગાઉ પણ 10થી વધુ લોકો સાથે આવી રીતે છેતરપિંડી આચરી દીધી છે. લાલચમાં અને સસ્તામાં આવીને કયારેય ઓનલાઇન શોપિંગ ન કરવી જોઈએ. આ કિસ્સો સૌ માટે ચેતવણી સમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *