એક જ પરિવાર ના 5 ભાઈઓ ના રોડ અકસ્માત માં કમકમાટી ભર્યા થયા મોત અઠવાડિયા પહેલા યુવક ના હતા લગ્ન અઠવાડિયા બાદ તેને મળ્યું મોત.
અવારનવાર માર્ગ અકસ્માત ના કિસ્સાઓ વારંવાર બનતા હોય છે અને તેમાં લોકો ને ગંભીર રીતે ઈજાઓ થતી હોય છે. ક્યારેક અકસ્માત એટલા ગંભીર હોય છે કે લોકો પોતાના જાન થી હાથ ધોઈ બેસે છે. અને પરિવારો ના માથે મહામુસીબતો આવી પડે છે. એવી જ રોડ અકસ્માત ની ઘટના ભરતપુર થી સામે આવી છે. એક જ પરિવાર ના 5 ભાઈઓ ના એક્સીડંટ માં મૃત્યુ નિપજ્યા છે.
ભરતપુર માં બુધવારે રાત્રે 11 વાગ્યા ની આજુબાજુ એક સુમારે કાર ને એક બોલેરો એ જોરદાર ટક્કર મારી દીધી હતી. કાર માં કુલ સાત લોકો સવાર હતા જેમાંથી 5 લોકો ના અકસ્માત માં મોત નિપજ્યા. પાંચ લોકો પૈકી વસીમ નામના યુવક ના અઠવાડિયા પહેલા જ લગ્ન હતા. લગ્ન માં બધા સાગા વ્હલા અને ભાઈઓ આવેલા હતા. આ દરમિયાન લગ્ન પ્રસંગે નવી કાર લીધી હતી. એટલે બધા ભાઈઓ કાર લઈને બજાર માં ગયા હતા.
બજાર માંથી પાછા ખંડેવાલા પોતાના ગામ પાછા ફરી રહ્યા હતા. ત્યારે બરખેડા ગામ પાસે એક બોલેરો ગાડી એ તેની કાર ને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ગાડી ના કૂર્ચા બોલી ગયા હતા. તમામ ઘાયલો ને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પાંચ ભાઈઓ ના મૃત્યુ થઇ ચુક્યા હતા. જેમાંથી બે સગા ભાઈઓ હતા. આ વાત ની પરિવાર ને ખબર પડતા પરિવાર માં શોક ની લાગણી ફરી વળી હતી.
અકસ્માત માં કાર માં સવાર લોકો માં વસીમ 18-વર્ષ, આશિક 17-વર્ષ, અરબાઝ 22-વર્ષ, પરવેઝ 16-વર્ષ, આલમ 19-વર્ષ ગાડી માં બજાર માં જવા માટે નીકળ્યા હતા. જેમાંથી અરબાઝ, પરવેઝ, આશિક ત્રણેય એક જ પરિવાર ના છે. આશિક બહેન નો પુત્ર અને આલમ મામા નો પુત્ર હતો. વસીમ અને અઠવાડિયા પહેલા જ લગ્ન હતા. અને હવે ઘર માં માતમ છવાયેલો છે.