બગસરા- 5 વર્ષીય માસુમ બાળા સાવજ નો શિકાર બની. પિતા ની સામે જ પુત્રી એ દમ તોડ્યો.
ગુજરાત ના સૌરાષ્ટ્ર વિસ્તાર માં અવારનવાર જંગલી પ્રાણીઓ ના હુમલા થતા હોય છે. અને એમાં કેટલાક નિર્દોષ વ્યક્તિઓ ના મૃત્યુ થતા હોય છે. સૌરાષ્ટ્ર ના ગીર આજુબાજુ ના વિસ્તારો માં સિંહ, દીપડા વગેરે જેવા માનવભક્ષી જંગલી પશુઓ વારંવાર હુમલો કરે છે જેમાં માત્ર મનુષ્યો જ નહી કયારેક પશુઓ પણ તેનો શિકાર થાય છે.
બગસરા ની એક હચમચાવી દે તેવી સિંહ ના શિકાર ની ઘટના સામે આવી છે. સિંહે એક 5 વર્ષ ની બાળા નો શિકાર કરી નાખીયો છે. બગસરા કડાયા ગામે રહેતા અને ખેતમજુર નું કામ કરતા સુક્રમભાઈ ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની એક 5 વર્ષીય દીકરી નિકિતા સોમવારે સાંજે વાડી વિસ્તારમાં પાણીની કુંડી પાસે રમતી હતી અને તેના પિતા ત્યાં કામ કરતા હતા. તે દરમિયાન તેની વાડી માં એક સિંહ ઘુસી આવ્યો હતો.
તેમની દીકરી ત્યાં રમતી હતી ત્યાં અચાનક જ સિંહે તેની પર હુમલો કરી દીધો હતો. સિંહે અચાનક જ હુમલો કર્યો અને તેંને પકડીને અડધો કિલોમીટર દૂર લઇ ગયો હતો. તેના પિતા ની તરત જ નજર જતા તેને તેની પાછળ દોટ મૂકી હતી પરંતુ તે તેની 5 વર્ષીય પુત્રી ને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. અને તેની પુત્રી નું મોત નીપજ્યું હતું. આ ઘટના ની જાણ વાડી ના માલિક તથા અન્ય ગ્રામજનો ને થતા બધા લોકો ત્યાં આવી પહોંચ્યા હતા.
અને વન વિભાગના અમરેલી ડિવિઝનના ડી.સી.એફ.પ્રિયંકા ગેહલોત સહિત કર્મચારીઓ પણ દોડી ગયાં હતાં. બાદ માં ગ્રામજનો નો ઉગ્ર વિરોધ શરુ થયો હતો અને દીકરીનો મૃતદેહ પણ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. સમજાવટ પછી મામલો થાળે પડ્યો હતો. ગ્રામજનો એ તાત્કાલિક સિંહ ને પકડવા માંગ કરી અને ઉગ્ર વિરોધ કરુયો હતો. બાદ માં મોડી રાત્રે વેન વિભાગ દ્વારા સિંહ ને પકડવા માટે નું કામ શરુ કરવામાં આવ્યું હતું અને અંતે મોડી રાત્રે સિંહ ને પાંજરા માં પૂરવામાં આવ્યો હતો. ભોગ બનનાર દીકરી ના ઘરે શોક નું મોજું ફરી વળ્યું હતું.