ભારતીય પૂર્વ બેટ્સમેન અરુણલાલે 66 વર્ષ ની વયે બીજા લગ્ન કર્યા. તેની બીજી પત્ની ની ઉમર જાણી તમે પણ ચોકી જશે.

હાલમાં લગ્ન ની સીઝન ચાલતી હોય લોકો લગ્ન કરવામાં ખુબ જ મશગુલ જોવા મળે છે. સામાન્ય લોકો ની સાથે સેલિબ્રેટી થી માંડીને ક્રિકેટરો પણ લગ્ન ના બંધન માં બંધાતા જોવા મળે છે ભારત માં પૂર્વ ક્રિકેટર એવા અરુણ લાલ કે જેના હાલમાં લગ્ન હોય તેના ફોટા સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.

અરુણ લાલ ના ક્રિકેટ કેરિયર ની વાત કરીએ તો તેણે 16 ટેસ્ટમાં 6 અડધી સદીની મદદથી 729 રન બનાવ્યા છે. જ્યારે 13 વનડેમાં અરુણ લાલે અડધી સદીના આધારે 122 રન બનાવ્યા હતા. અરુણ લાલે પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 156 મેચમાં 10421 રન બનાવ્યા છે આ દરમિયાન તેણે 30 સદી અને 43 અડધી સદી ફટકારી હતી. અરુણલાલ ભારતીય ટિમ માં ઓપનર બેટ્સમેન હતા પણ તેનું કેરિયર બોઉ લાબું ચાલ્યું ન હતું. બહુ ઓછા લોકો જાણતા હશે કે અરુણ લાલે પણ કેન્સરને માત આપી છે.

અરુણલાલ ની પ્રથમ પત્ની ની વાત કરી એ તો તેને પ્રથમ પત્ની ને છૂટાછેડા આપી દીધેલા છે. અને પ્રથમ પત્ની ની સંમતિ બાદ તેણે બીજા લગ્ન કર્યા છે થોડાક સમય પહેલા તેમની પ્રથમ પત્ની બીમાર હોય તે તેની પ્રથમ પત્ની સાથે રહેતા હતા. અને હવે બીજા લગ્ન કરી લીધા છે તે બીજા લગ્ન ના બાદ માં કેક કાપીને સેલિબ્રેશન કરતા પણ નજરે જોવા મળે છે.

અરુણલાલે 66 વર્ષ ની ઉંમરે બીજા લગ્ન ના બંધન માં બંધાયા છે. અને તેને બીજી પત્ની ની ઉમર જાણી ને તમે પણ ચોકી જશે. અરુણલાલે 66 વર્ષ ની વયે માત્ર 28 વર્ષ ની કન્યા સાથે લગ્ન કર્યા છે. તેના લગ્ન માં તેના ઘણા બધા સગાસંબંધીઓ એ હાજરી આપી હતી. તેના ફેન્સ ને તેના ફોટા ખુબ જ પસંદ આવી રહ્યા છે અને ખુબ જ લાઈક કરી રહ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.