54 વર્ષ પહેલા માત્ર 3 રૂપિયામાં ફિલ્મ જોઈ શકતા ! ચા, નાસ્તા, સિંગ અને કોલ્ડ ડ્રિક્સનોતો સાવ આટલા ભાવે મળતા કે…જુઓ તસ્વીર
હાલમાં બહુ જ જૂના જમાના ના બિલો વાઇરલ થઈ રહ્યા છે માં એક સમય એવો હતો કે જ્યારે લોકોની પાસે પૈસા નહોતા પરંતુ ત્યારે ભાવ ઓછા હતા અને આજનો એક સમય એવો કે જ્યારે પૈસા લોકો પાસે છે તો ભાગ આસમાને પહોચી ગયા છે. વાસ્તવ માં સોશિયલ મીડિયા પર એક સિનેમા ઘર નું ટિકિટ દર સામે આવી રહ્યો છે.
આ તસ્વીર માં તમે જોઈ શકો છો કે આ ટોકીજ નું નામ હરિશ્ચન્દ્ર સિનેમા ઘર છે જેમાં હાઉસ ફૂલ નું પાટિયું લગાવ્યું છે, જેમાં ફિલ્મો ના નામ પણ લખવામાં આવ્યા છે જેમાં તે સમય દરમિયાન આ ત્રણ ફિલ્મો રિલીઝ થઇ હોય એમ લાગી રહ્યું છે જે હવે હાઉસફુલ થઇ ગયા છે તે સમય માં રિલીઝ થયેલી ફિલ્મ ‘નયાદૌર’ નો ભાવ 3 રૂપિયા અને 6 પૈસા જોવા મળ્યા છે.
આ સાથે જ બીજી ફિલ્મ પણ જોવા મળી છે જે ‘તીસરી મંજિલ’ ફિલ્મ નો દર 6 રૂપિયા અને 9 પૈસા જોવા મળી રહયા છે. આ ટોકીજ માં ત્રીજી ફિલ્મ પણ ચાલી રહી છે જેનું નામ ‘જીને કી રાહ’ છે જેનો ભાવ 9 રૂપિયા અને 12 પીસા જોવા મળી રહ્યો છે જે બાકીની બે ફિલ્મ કરતા થોડો વધારે જોવા મળ્યો છે.
આ સાથે જ આ સિનેમાના શો ની સાથે સાથે તેની સીટિંગ નો દર પણ લખવામાં આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે જો સ્ટોલ માં બેસી ને ફિલ્મ જોવી હોય તો તેનો ભાવ 1 રૂપિયો અને 10 પૈસા જોવા મળ્યા છે જો વ્યક્તિ ને અપાર સીટ માં બેસવું હોય તો 1 રૂપિયા અને 50 પૈસા છે અને જો કોઈ ને બાલ્કની માં બેસી ને ફીલ્મ જોવી હોય તો તેનો ભાવ 1 રૂપિયા અને 90 પૈસા જોવા મળ્યા છે. આ ભાવમાં તમે જોઈ શકો છો કે આ સિનેમા ઘર હાઉસફુલ જોવા મળી આવ્યું છે એટલે કે તે સમયના લોકો પણ આજના સમયની જેમ જ મનોરંજન મેળવતા હતા,
આટલું જ નહિ આ સિનેમા ઘર ના શો ના ભાવ ની સાથે સાથે ફિલ્મની ઇન્ટરવેલ ના સમયમાં લોકો માટે નાસ્તાના દર પણ લખેલા જોઈ સકાય છે જેમાં તે સમય દરમિયાન એટલે કે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઇ હતી એટલે કે લગભગ 1969 ના વર્ષમાં ફિલ્મોનો જ્યારે આ ભાવ જોવા મળ્યો હતો ત્યારે તે સમયના સિનેમા ઘર ની કેન્ટીન ના ભાવ શું હતા તે જોઈને પણ બેહોશ થઇ જશો.
વર્ષ 1969 ની સાલમાં સિનેમા ઘરના ફિલ્મોના દર તો ઓછા જોવા મળ્યા જ હતા પરંતુ સાથે સાથે તે સમય ના નાસ્તા ના ભાવ પણ બહુ જ ઓછા જોવા મળ્યા હતા જેમાં સિનેમા ના મધ્યાન્તર દરમિયાન લોકો પોતાની મોજશોખ માટે આરામથી નાસ્તો ,ચા, પાણી કરી શકતા હતા,
જ્યારે ફિલ્મ માં મધ્યાન્તર આવતો ત્યારે ચા, સોડા,સિંગ, સિગારેટ , તમાકુ, માવા વગેરે ના શું ભાવ હતા તે પણ આ તસ્વીર માં જોઈ શકાય છે,જેમાં અમીરી ચા નો ભાવ 25 પૈસા જોવા મળ્યો હતો સાથે જ સોશિયો સોડા ના 30 પીસા, શીંગ ના 20 પૈસા, શિવાજી જુડી ના 25 પૈસા, તાજ સિગરેટ ના 10 પૈસા, પાન ના 20 પૈસાના ભાવ જોવા મળ્યા છે.
જે ભાવ જકોઇને આજના લોકોના હોશ ગુલ થઇ રહયા છે અને ઘણા લોકો આ ભાવ જોઈને વિશ્વાસ નથી કરી શકતા કે 1969 એટલે કે લગભગ 54 વર્ષ પહેલા આટલા નજીવા દરમાં લોકો સિનેમા ઘરમાં જઈને ફિલ્મો જોઈ આવતા હતા. અત્યારે આ તસ્વીર દરેક લોકોને હચમચાવી રહી છે અને લોકોને ચકિત કરી રહી છે.