India

લગ્ન ના 9-મહિના મા પતિ એ પત્ની ને બેઝબોલ ના ધોકા માથા માં મારી મોત ને ઘાટ ઉતારી દીધી પતિ ને શક હતો કે તેની પત્ની..

Spread the love

આપણા સમાજમાંથી અનેક હત્યાના અને આત્મહત્યાના કેસો સામે આવતા જ રહે છે. એવો જ એક કેસ દિલ્હી નજીકના ગાઝિયાબાદ થી સામે આવ્યો છે. જેમાં એક પતિએ તેની પત્નીને બેસ બોલના ધોકા વડે મોતને ઘાટ ઉતારી દીધી હતી. પતિ-પત્નીના લગ્નના માત્ર નવ જ મહિના પહેલા જ થયા હતા.વધુ વિગતે જાણીએ તો મિસાઈલ ગઢી વિસ્તારમાં રહેતી 24 વર્ષે ટીના નામની પરિણીત યુવતીની તેના પતિ ગૌરવ જેની ઉંમર 26 વર્ષ છે. તેણે તેની પત્ની ટીના ને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

મૃતક પત્ની ટીનાનો પતિ ગૌરવ નેશનલ હાઈવે પર આવેલી એન્જિનિયરિંગ કોલેજ પાસે કૃષ્ણ નામનું કેફ ચલાવે છે. બંનેના લગ્ન 9 મહિના પહેલા જ થયા હતા. આ બાબતે ગૌરવે એવું કહ્યું કે ગૌરવને શંકા હતી કે તેની પત્ની ટીના ગૌરવ પતિ પર બહુ વધુ ધ્યાન આપતી ન હતી. પરંતુ ગૌરવના નાનાભાઈ ઉપર વધુ ધ્યાન આપતી હતી પતિ ગૌરવને લાગતું હતું કે તેની પત્ની ટીના અને તેના નાના ભાઈ નું અફેર ચાલી રહ્યું છે. આ બાબતે અવારનવાર ગૌરવ તેની પત્ની ટીના સાથે ઝઘડો કરતો હતો.

અને બે દિવસ પહેલા તે જયપુર ભાગીને આવી ગયો હતો. પરંતુ જયપુરથી તેના સગા વહાલા મનાવીને પાછા ઘરે લઈ આવ્યા હતા. એવામાં સોમવારે ગૌરવ રાત્રે ખૂબ દારૂ પીને ઘરે આવ્યો. જે બાદ તે તેની પત્ની સાથે રૂમમાં સુતા હતો. સવારે અચાનક ચાર વાગે ગૌરવને આંખ ખુલી ગઈ ત્યારે ટીના પણ સુઈ રહી હતી. પરંતુ ગૌરવે ટીના ને ઊંઘમાંથી ઉઠાડી અને તેની સાથે મારપીટ શરૂ કરવા લાગ્યો હતો.

થોડીવાર બાદ ગૌરવ બેસબોલનો ધોકો લઈ આવ્યો અને એના ઉપર-પરા છાપરી ઘણા ધોકા ના ઘા માર્યા હતા. બાદમાં ગૌરવને લાગ્યું કે ટીના હજી મૃત્યુ પામી નથી. તેથી તેને દુપટ્ટા વડે તેનું ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ પરિવારના લોકોએ દરવાજો ખોલ્યો તો ગૌરવ ત્યાંથી ભાગી ચૂક્યો હતો. અને ત્યારબાદ સવારે 6:00 વાગ્યાની આજુબાજુ પરિવારના લોકો પણ ઘરે તાળો મારીને ટીનાની લાશને અંદર મૂકીને નાસી ગયા હતા.

સવારે 7:00 વાગ્યાની આજુબાજુ ગૌરવ લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો. જે બાબતે પોલીસને જાણ થતા ગૌરવને તે હાલતમાં ઘરે લઈને પોલીસ આવી હતી. ત્યારબાદ ગૌરવનો નશો ઉતરી જતા ગૌરવ એ આ સત્યની કબૂલાત કરી હતી. અને તેને તેની પત્ની અને તેના ભાઈ સાથે કઈ ચક્કર હોય તેવું લાગી રહ્યું હતું. આ માટે તેને તેને મોતને ઘાટ ઉતારી દીધી ની કબુલાત કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *