બજરંગ દાસ બાપા અને વડલાના વ્રુક્ષ સાથે જોડાયેલ આ ચમત્કારિક ઘટના ઓછા લોકો જાણતા હશે! અહી બાપાનો સક્ષાત્કાર થાય છે જાણો આખી ઘટના..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ એ આપણે જે દેશમાં રહીએ છીએ તે દેશ ભારત ને સંતોની ભૂમિ માનવામાં આવે છે અહી અનેક સાધુ સંતો થઇ ગયા છે જેમણે પોતાની તાકાત અને પોતાના જ્ઞાન ની મદદથી ફક્ત ભારત જ નહિ પરંતુ આખા વિશ્વને અનેક રાહ બતાવી છે. આપણે સૌ જાણીએ છીએ કે આ સાધુઓ ખરા અર્થમાં લોકોને દુઃખમાં થી ઉગારવા અને જીવનનો સાચો માર્ગ બતાવતા. આપણી આ પાવન ધરા પર અનેક મહાન અને દિવ્ય શક્તિઓ પ્રગટ થઇ છે. જેમના અનેક મંદિરો પણ હાલમાં હાજર છે.
આ મંદિરો આ કળયુગમાં પણ અનેક દિવ્ય આત્માની શાક્ષી આપે છે. અને લોક કલ્યાણ નું કાર્ય કરે છે, આપણે અહી આવાજ એક મંદિર વિશે વાત કરવાની છે કે જ્યાં આસ્થાથી માથું નમાવતા દરેક ભક્તો ની મનોકામના જરૂર પૂર્ણ થાય છે. આપણે અહી ભાવનગર જીલ્લામાં આવેલા બગદાણા ના બજરંગ દાસ બાપા ના મંદિર વિશે વાત કરવાની છે, કે જે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. આપણે સૌ બજરંગ દાસ બાપા અને તેમના પરચાઓ વિશે જાણીએ છીએ તેમણે લોકો માટે અનેક કર્યો કર્યા છે અને તેઓ સાચા અર્થમાં સંત છે.
આપણે સૌ બજરંગ દાસ બાપા ને સંત શિરોમણી તરીકે ઓળખીએ છીએ. આપણે સૌ અવાર નવાર બગદાણા બાપા ના દર્શને જતા જ હસું આપણે સૌ જાણીએ છીએ કે ત્યાં નું આરસનું મંદિર લોકોને ઘણી શાંતિ આપે છે. જો વાત મંદિર અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે આ મંદિરમાં ઘણી બારીક અને અનોખી નકસી કામ કરવામાં આવ્યું છે. મંદિરનું ઘુમ્મટ પણ ઘણું સુંદર છે લોક વાઈકા એવી પણ છે કે આ આરસના મંદિરને બનાવવાનો ખર્ચ બજરંગ દાસ બાપાએ જ આપ્યો છે.
આપણે સૌ જાણીએ છીએ કે મંદિરમાં સદાવ્રત ચાલે છે. અહી ભાવિક ભક્તો માટે ખાસ પ્રસાદીની વ્યસ્થા કરવામાં આવે છે. અને ખાસ વાતતો એ છે કે અહી આવેલો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા પેટે પાછો જતો નથી. અને અહી ક્યારે પણ પ્રસાદ ઘટતો નથી. લોકો ને બાપા ના ધામમાં અનેરા માનસિક શાંતિ નો અનુભવ થાય છે.
આપણે અહી બજરંગ દાસ બાપા ના મંદિર ની બહાર પ્રાંગણ માં આવેલા એક વડલાના ઝાડ વિશે વાત કરવાની છે જેના રહસ્ય વિશે અમુક લોકો જ જાણતા હશે. લોક ના જણાવ્યા મુજબ બાપાને સાચા માંથી યાદ કરનાર લોકોને આજે પણ આ વડલામાં બજરંગ દાસ બાપા ના ત્રણ સ્વરૂપના દર્શન થાય છે. અહી સાચા મને બાપા ના દર્શન કરનાર લોકોની મનોકામના અવસ્ય પૂર્ણ થાય છે. હાલમાંજ કોરોના મહામારી વચ્ચે અનેક નિયમો સાથે બજરંગ દાસ બાપાની ૪૫ મી પુણ્યતિથિની નિયમ અનુસાર ઉજવણી કરવામાં આવી. જો કે મંદિરમાં અનેક ભાવિક ભક્તો રોજ ઘણી મોટી સંખ્યામાં બજરંગ દાસ બાપા ના દર્શને આવે છે. જો તમે પણ હવે ફરી બગદાણા બાપાનાં ધામમાં જાઓ ત્યારે તે વડલાના અચૂક દર્શન કરજો. બોલો બજરંગ દાસ બાપા ની જય.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.