ગ્રીષ્મા કેશમાં ભાવુક કરતા દ્રશ્યો સામે આવ્યા! કોર્ટ માં જયારે ગ્રીષ્માની માતાની જુબાની લેવામાં આવી ત્યારે એકા એક માતાના…..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા થોડા સમયથી જે રીતે રાજ્યમાં એક પછી એક હત્યાના બનાવો સામે આવ્યા છે તેના કારણે આખું રાજ્ય હચમચી ગયું છે. કે જ્યાં પ્રથમ ઘર પાસે જ બે વિધર્મી લોકોએ કિશન ભરવાડ ની હત્યા કરી હતી જે બાદ સુરતમાં એક તરફી પાગલ ફેનીલે ગ્રીષ્મા નામની યુતિની જે કરુણ રીતે હત્યા કરી તેના કારણે આખું રાજ્ય હિબકે ચડ્યું હતું.
આજે પણ આ ઘટના ને જોનાર લોકો જયારે ગ્રીષ્મા ની હત્યા યાદ કરે છે ત્યારે તેઓ ડરી જ્યાં છે કે કઈ રીતે અમાનવીય વ્યક્તિ ની જેમ ફેનીલે ગ્રીષ્માં ની હત્યા કરી હતી. જાણકારી માટે જણાવી દઈએ કે ૧૨ ફેબ્રુઆરી ના રોજ એક તરફી પ્રેમમાં પાગલ યુવક ફેનિલ ગ્રીષ્મા ના ઘરે ગયો અને ત્યાં તોફાન કરવા લાગ્યો. જે બાદ ગ્રીષ્મા ના ભાઈ અને તેના કાકા દ્વારા ફેનીલને સમજાવવાનો ઘણો પ્રયાસ કરવામાં આવ્યો.
પરંતુ ગુસ્સે ભરાયેલા ફેનીલે પહેલા ગ્રીષ્માં ના કાકા અને તે બાદ તેના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો. જે બાદ મદદ માટે ગયેલ ગ્રીષ્મા ને ફેનીલે બાથમાં લઈને જાહેરમાં પરિવાર સામે જ ગળું કાપી હત્યા કરી હતી, આ ઘટના ને હાલમાં એક મહિના કરતા પણ વધુ સમય થઇ ગાયો છે દરેક વ્યક્તિ ની ઈચ્છા ગ્રીષ્મા ને જલ્દી ન્યાય મળે તે માટેની છે. જો કે હલામ આ કેશ કોર્ટમાં ચાલી રહ્યો છે અને ચાર્જશીટ ના આધારે દરરોજ અનેક લોકોની જુબાની લેવામાં આવી રહી છે તથા તમામ સબુત ની સર તપાસ અને ઉલટ તપાસ સરકાર ના મુખ્ય વકીલ અને આરોપી પક્ષના વકીલ દ્વારા કરવામાં આવી રહી છે.
આ બાબત ને લઈને આજે કોર્ટ માં ગ્રીષ્મા ની માતાને સાક્ષી તરીકે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને તેમની જુબાની લેવાની હતી. આ સમયે ગ્રીષ્માની માતા પુત્રી ને એકા એક યાદ કરીને ભાવુક થઇ ગયા અને રડવા લાગ્યા. ઘણો સમય તેઓ કઈ બોલી પણ શક્યા નહિ જે બાદ તેમણે જણાવ્યું કે આરોપી તેમને બધાને મારી નાખવા ઈચ્છતો હતો. આ સમયે ગ્રીષ્માની માતાની જે હાલત હતી તેને જોઇને સૌ કોઈ ભાવુક થઇ જાય તેવી હતી.
ગ્રીષ્માની માતાએ જણાવ્યું કે તેઓ એક ડગલું ચાલવા ગયા ત્યાં ફેનીલે તેમની દિકરી નું ગળું કાપી નાખ્યું. આ સમયે ફેનીલા ના માસીના દીકરે પણ જણાવ્યું કે ફેનિલ અનેક વેબ સીરીઝ જોતો હતો, જણાવી દઈએ કે ફેનીલે ગ્રીષ્મા ને માર્યા પછી તેના ભાઈને જ ફોન કરી સમગ્ર માહિતી આપી હતી. જે બાદ સરકારી પક્ષે વકીલ નયન સુખડવાલા અને આરોપી પક્ષે વકીલ ઝમીર શેખે પણ ગ્રીષ્માં ના ભાઈ અને કાકા ની સર તપાસ અને ઉલટ તપાસ કરી.