ગુરુ ભક્તો માટે માઠા સમાચાર! ગોંડલ સંત 1008 મહામંડલેશ્વર પૂ હરિચરણદાસ બાપુના દિવ્ય આત્મા પરમાત્મા માં વિલીન..
મિત્રો આપને સૌ જાણીએ છિએ કે સદીઓ થી આપણી ભારત ની ભૂમિ સંતો અને ઋષિઓ ની રહી છે આ પાવન ધરા પર અનેક મહાન આત્મએ સમયે સમયે જન્મ લીધો લોકોને સાચો માર્ગ બતાવ્યો સમાજ ને અંધકાર માંથી બહાર કાઢવાનું કામ પણ આવા જ સંતોએ કર્યું સાચી ભક્તિ અને સેવા થકી માનવતા મહેકાવી પરંતુ જ્યારે આવા પથદર્શી આપણા વચ્ચેથી જાય છે ત્યારે ઘણું દુઃખ થાય છે.
હાલમાં સમજ ને આવોજ ખોટ નો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે હાલમાં એક ઘણી જ દુઃખદ માહિતી મળી રહી છે કે ગોંડલના રામજી મંદિરના સંત 1008 મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે. આ દુઃખદ માહિતી મળતા ભક્તો માં શોક વ્યાપી ગયો છે ઉપરાંત અનેક લોકો ગુરુજી ના અંતિમ દર્શન માટે આવી રહ્યા છે.
જણાવી દઈએ કે ગુરુજી એ 100 વર્ષ ની વયે દુનિયા ને અલવિદા કહ્યું છે જણાવી દઈએ કે હાલમાં તેમના પાર્થિવદેહને મંદિરમાં ભાવિકો ના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. જે બાદ અંતિમ ક્રિયા માટે તેમના પાર્થિવ દેહ ને ગોરા આશ્રમમાં લઇ જવામાં આવશે. જણાવી દઈએ કે ભારતના દમદાર એવા ક્રિકેટર પૈકી એક ચેતેશ્વર પૂજારા પણ ગુરુજી ને ઘણું માનતો હતા.
જો વાત ચેતેશ્વર પૂજારા અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ જન્મ દિવસ, વર્ષ ગાંઠ કે પછી રમત પર જતા પહેલા અચૂક પરિવાર સાથે જઈ હરિચરણદાસ બાપુના આશીર્વાદ લેતા હતા. જણાવી દઈએ કે 1008 મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ નું મૂળનામ હરિશ્ચંદ્ર મિસરાજ હતું.
જો વાત ગુરુજી અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનો જન્મ બિહારના પંજરવામાં ચૈત્ર સુદ છઠ ના દિવસે વર્ષ 1921માં થયો હતો. જો વાત ગુરુજી ના ધાર્મિક કર્યો અને સેવાકીય કર્યો અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમના દ્વારા અનેક સેવાકીય કર્યો કરવામાં આવ્યા છે જણાવી દઈએ કે વર્ષ 1955માં ગુરુદેવ રણછોડદાસજીની આજ્ઞાથી તેઓ ગોંડલમાં આશ્રમનું સંચાલન શરૂ કર્યું હતું.
અને હાલમાં તેઓ આશરે 70 વર્ષથી તેઓ સેવા કરી રહ્યા છે 34 વર્ષની યુવાન વયે બાપુએ આશ્રમનું સંચાલન હાથમાં લીધું હતું. આ ઉપરાંત તેમણે પોતાના ગુરુજી સદગુરુ દેવ રણછોડદાસજી મહારાજના સાંનિધ્યમાં સરિયુ નદીના કિનારે ભજનો પણ કર્યા છે. જણાવી દઈએ કે ગુરુજી એ ગોંડલમાં રામજી મંદિર બંધાવ્યું ઉપરાંત રામ સાર્વજમિક હોસ્પિટલની પણ સ્થાપના કરી હતી.
જો વાત છેલ્લા અમુક સમયથી ગુરુજી ની તબીયત અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમને શ્વાસની સમસ્યા સાથે ઇન્ફેક્શન થયું હોવાથી તેમની સ્થિતિ થોડી ગંભીર હતી આ ઉપરાંત ફેબ્રુઆરી 2020માં અયોધ્યામાં હરિચરણદાસ બાપુનો પગ લપસી જતાં ગુરુજી ને થાપાના ભાગમાં ઇજા પહોંચી હતી. જે બાદ તેમની સારવાર કરવામાં આવી હતી આ ઉપરાંત 2 ફેબ્રુઆરી 2020માં તેઓ અયોધ્યામાં બાથરૂમમાં પડી જતાં થાપામાં ફ્રેક્ચર થયું હતું જે બાદ રાજકોટની હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી હતી.