બોર્ડની પરીક્ષાના પહેલા જ દિવસે થઈ દૂરઘટના શરૂ પરીક્ષાએ અચાનાક વિધાર્થીનુ મૃત્યુ કારણ સામે આવ્યું તો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં અનેક રોગ આપણા જીવન માં દસ્તક દઈ ચૂક્યા છે સતત ઘટતી જતી રોગ પ્રતિકારક શક્તિ અને વધતાં રોગો ના કારણે મૃત્યુ નું પ્રમાણ વધ્યું છે પહેલા એવી માનસિકતા હતી કે અમુક પ્રકાર ના રોગ ફક્ત વૃદ્ધાવસ્થામાં જ થાય છે પરંતુ હાલના સમય માં આ બાબત ખોટી બની છે. કારણ કે વર્તમાન માં બાળકો અને યુવાનો માં અનેઓ રોગ પ્રસરી ગયા છે.
હાલમાં આવોજ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે જેને જાણીને સૌ કોઈ હેરાન રહી ગયા છે કે જ્યાં શરૂ પરીક્ષાએ એક વિધાર્થીએ અંતિમ સ્વાસ લેતા પરિવાર પર દુઃખોનો માહોલ છવાઇ ગયો છે. આ દુઃખદ ઘટના અંગે વિગતો આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના અમદાવાદમાં રખિયાલમાં આવેલી સી એલ સ્કૂલ ની છે કે જ્યાં એક વિધાર્થી ને પરીક્ષા શરૂ થતાંની સાથે જ ઉલ્ટી થઈ હતી જે બાદ વિધાર્થી બાક્ડી પર માથું નમાવી બેઠો હતો ત્યારે તેને છાતિ માં દુખાવો શરૂ થયો. જે બાદ વર્ગમાં હાજર નિરોક્ષક દ્વારા વિધાર્થી ને પ્રિન્સીપલ પાસે મોકલવામાં આવ્યો.
છાતી માં દુખાવો વધતાં 108 ને બોલાવવામાં આવી જે બાદ વિધાર્થી ને સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન સ્ટૂડન્ટ નું મૃત્યુ થયું હતું. ડોક્ટર દ્વારા મૃત્યુ નું કારણ હાર્ટએટેક ને માનવામાં આવે છે. અહીં નવાઈ ની વાત એ છે કે યુવક આટલી યુવા અવસ્થાએ હાર્ટએટેક નો શિકાર બન્યો. જો વાત મૃતક અંગે કરીએ તો તેનું નામ અમાન આરીફ શેખ છે કે જે અમદાવાદના ગોમતીપુરમાં રહેતો હતો. હાલમાં દિકરા ના મૃત્યુથી પરિવાર માં શોક નો માહોલ છે.