મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે વર્તમાન સમય માં જે રીતે વાહનો ની સંખ્યા વધી રહી છે તેના કારણે દિન પ્રતિદિન અકસ્માત ની સંખ્યા માં વધારો નોંધાય રહ્યો છે આવી ઘટના ના કારણે અનેક લોકોએ પોતાના સ્વજનો ને ખોઈ બેઠ્યાં છે આપણે લગભગ દરરોજ એકાદ અકસ્માત અંગે તો જરૂર માહિતી મળતી જ હોઈ છે આ ઘટના ખરેખર ચિંતા નો વિષય છે.
કે જ્યાં વાહન ચાલાક નો ભૂલ અથવા ગફ્લત ના કારણે કે બેદરકારી ને કારણે વ્યક્તિ ને જીવ ગુમાવ્વો પડે છે ત્યારે હાલમાં ફરી એક વખત અકસ્માત નો આવોજ ગંભીર બનાવ સામે આવ્યો છે જેના વિશે જાણી તમારાં હોશ ઉડી જશે મળતી માહિતી અનુસાર અમદાવાદના CTM ખાતે આવેલા વડોદરા એક્સપ્રેસ હાઈવેના વળાંક પાસે એક ઘણો જ ગંભીર અકસ્માત સર્જાનો છે.
અહીં બે બસ વચ્ચે અક્સ્માત સર્જાયો છે જે પૈકી એક બસ એસ ટી ની જ્યારે બીજી બસ પ્રાઇવેટ કંપની ની હતી. વળાંક પાસે આ બંને દાસ ધડાકાભેર અથડાઈ ગઈ હતી જેના કારણે 19 વર્ષની અને કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતીનું અકસ્માત માં મોત થયું હતું આ કારણે પરિવાર માં શોક નો માહોલ છે.
જ્યારે વાત અકસ્માત ના કારણ અંગે કરીએ તો જણાવી દઈએ કે આ રોડ એટલે કે નેશનલ હાઈવે 8 ના CTM થી વડોદરા એક્સપ્રેસ હાઈવેના વળાંક સુધી અનેક બેસ રસ્તાની વચ્ચે અને બેફામ ઉભી હોઈ છે જેના કારણે ટ્રાફિક ની સમસ્યા તો ઉદભવે જ છે સાથો સાથ અકસ્માત ને લાગતા બનાવો પણ ઘણા જોવા મળે છે આ ગંભીર બાબત અંગે ધ્યાન આપવું જરૂરી છે.