મિત્રો કહેવાય છે કે મનુસ્ય કુદરત ની ખાસ ભેટ છે. મનુસ્ય પાસે ઇચ્છા પૂરતી કરવા માટે ખાસ તાકાત છે. વ્યક્તિ પોતાની મહેનત અને આવડત થી કોઇ પણ કઠિન કાર્ય પણ સરળતા થી પૂરું કરી શકે છે. મહેનત એ માનવી નું સાચું હથિયાર છે. આપણે અહીં આવાજ એક બનાવ વિશે વાત કરવાની છે જેને જાણીને તમને પણ ગર્વ થશે
આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં મોટા ભાગના યુવાનો ની ઇચ્છા સારી સરકારી નોકરી મેળવવાની હોઈ છે યુવાનો સરકારી નોકરી મેળવવા માટે ઘણી જ મહેનત કરે છે પરંતુ દરેક લોકો આ પરીક્ષાઓ પાસ કરી શક્તા નથી. આપણે સૌ જાણીએ છિએ કે દેશની તમામ સરકારી પરિક્ષાઓ માં UPSC ની પરીક્ષા ને ઘણી અઘરી માનવામાં આવે છે.
આ પરીક્ષા દરેક લોકો પાસ કરી શક્તા નથી તેવામાં આ દિકરી કે જે માઠી પરિસ્થિતિ ને પણ માત આપીને પણ IAS અધિકારી બન્યા છે. આપણે અહીં સુરભી ગૌતમ વિશે વાત કરવાની છે. જણાવી દઈએ કે સુરભી ગૌતમ મધ્યપ્રદેશ ના સતના જીલ્લા ના અંદારા ગામના રહેવાસી છે.
જો વાત તેમના અભ્યાસ અંગે કરીએ તો તેમણે 12 ધોરણ સુધી નો અભ્યાસ પોતાના જ ગામમાં હિન્દી મીડીયમ માં પૂરો કર્યો આ સમયે તેમની અંગ્રેજી નબળી હતી. 12મા ધોરણ બાદ તેમણે એન્જીનીયરીંગ નો અભ્યાસ કર્યો અને ઇલેક્ટ્રોનિક્સ તથા કોમ્યુનિકેશન એન્જીનીયરીંગ કર્યું. તેમના ગામમાં વીજળી ની પરિસ્થિતિ ઘણી જ ખરાબ હતી.
અયોગ્ય લાઈટ ને કારણે તેમણે ફાનસ ના સહારે પોતાની અભ્યાસ પૂરો કર્યો તેમણે પ્રથમ પસંદગી ટીસીએસમા સિક્યોરિટી ની પોસ્ટ પર થઈ. જે બાદ વર્ષ 2013 માં IES ની પરીક્ષા પ્રથમ ક્રમે પાસ કરી. પરંતુ તેમની ઇચ્છા UPSC ની હતી માટે તેમણે અભયાસ શરૂ રાખ્યો અને વર્ષ 2016 માં IAS અધિકારી બન્યા.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.