રાજસ્થાન- પ્રેમપ્રકરણ માં ખૂન. એક મિત્ર બન્યો બીજા મિત્ર નો દુશ્મન અને મિત્ર ની કરી નાખી હત્યા.
આજકાલ મારામારી ના કિસ્સાઓ માં અને ખૂનખરાબા ના કિસ્સાઓ માં ખુબ જ વધારો થયો છે. લોકો નાની નાની વાતો પર મારામારી કે ખૂન કરવા ઉપર આવી ચડે છે. અને ખુન કરી બેસે છે. ખૂન કર્યા બાદ તેના પરિવાર ને ભોગવવાનો વારો આવે છે.
એવી જ એક ખૂન ની ઘટના રાજસ્થાન થી સામે આવી છે. ખૂન નું મુખ્ય કારણ પ્રેમપ્રકરણ છે. પ્રેમ પ્રકરણ માં અવારનવાર ખૂન થઇ જાય છે. રાજસ્થાન માં પ્રેમપ્રકરણ માં એક મિત્ર એ જ તેના મિત્ર ની હત્યા કરી નાખી. હત્યા એવી રીતે કરી કે સાંભળનારા ના રુંવાટા બેઠા થઇ જાય.
રાજસ્થાન ના અલવરના લિવારી ગામની આ ઘટના દિપક યાદવ ની હત્યા તેના જ મિત્ર પરમજીતે કરી નાખી છે. ગર્લફ્રેન્ડનું મિત્ર સાથેનું અફેરને લઈને યુવકે ઉશ્કેરાટમાં આવીને તેણે મિત્રની હત્યા કરી લાશને સળગાવી દીધી હતી. હત્યા કર્યા બાદ ગર્લફ્રેન્ડ યુવતી ને પરંમજીતે એક પત્ર લખ્યો હતો તેમાં તેને યુવતી ને કહયું હતું કે હું ગદ્દાર માણસો ને મારી ને સળગાવી જ દવ છું.
લીવારીનો નિવાસી સીતારામ યાદવ ને ત્યાં તેનો સાળો દિપક યાદવ ઘણા વર્ષો થી રહેતો હતો તેની ઉંમર 21 વર્ષ ની હતી. દિપક યાદવ લિવરીના 20 વર્ષીય પરમજીત સાથે મિત્રતા હતી. અને બાદ માં છોકરી બાબત ના કેસ માં પરંજીતે તેના મિત્ર ને ઘરે બોલાવીને તેને માથા ના ભાગે મારી બાદ માં તેની લાશ ને ડુંગર પર સળગાવી દીધી હતી. દિપક યાદવ ઘરે ન આવતા તેના પરિવાર દ્વારા તેની ગમ થયા ની ફરિયાદ પોલીસ માં કરી હતી.
બાદ માં પોલીસે તેના ફોટો છાપીને પોસ્ટર લગાવ્યા હતા. બાદ માં તેની કોલ ડિટેઇલ થી જાણવા મળ્યું હતું. અને પરંમજીત પર શક ગયો હતો. અને યુવતી ની પાસે થી ધમકી ભર્યોં પત્ર મળ્યો હતો. બાદ માં આરોપી એ હત્યા કરી તેની કબૂલાત કરી હતી.