વલસાડ યુવતી નો આત્મહત્યા કેસ- 6 મહિના બાદ પણ કેસ વણઉકેલાયેલો 6 મહિના બાદ એવો સુરાગ મળ્યો કે…….
ખૂનખરાબ અને આત્મહત્યા ના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. એવી જ એક ઘટના વલસાડ રેલવે સ્ટેશન મા ગુજરાત ક્વીન ટ્રેનના કોચમાંથી નવસારીની યુવતીની ગળેફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી આવી હતી. યુવતી વડોદરા માં વડોદરાની ઓએસિસ સંસ્થામાં ફેલોશિપનો અભ્યાસ કરી રહી હતી. યુવતી ના મૃત્યુ નું કારણ હજુ સુધી અકબંધ જ છે.
29 ઓકટોમ્બરે વડોદરા માં યુવતી સાથે એવી ઘટના બને છે કે યુવતી આત્મહત્યા કરી લે છે. યુવતી 31 ઓક્ટોમ્બરે ઘરે આવે છે. યુવતી 3-જી નવેમ્બરે કોઈ કામ માટે સુરત જાય છે. ત્યારબાદ યુવતી ને એક પ્રાયવેટ કંપની માંથી જોબ ની ઑફર આવે છે અને યુવતી 5-નવેમ્બરે ઇન્ટરવ્યૂ આપવા માટે આવશે તેમ જણાવે છે. તે જ દિવસે યુવતી ના મનમાં શું એવું ચાલી રહ્યું હશે કે તેને રાત્રી દરમિયાન આત્મહત્યા કરી લીધી?
આ ઘટના મા તાપસ માટે વલસાડ, અમદાવાદ, વડોદરા અને ગુજરાત ની અન્ય એજન્સીઓ તાપસ માં જોડાયેલી છે છતાં પણ મોત નું રહસ્ય હજુ સુધી અકબંધ જ છે. યુવતી ના મૃત્યુ બાદ તેના મોત ની જાણ ઓએસિસ સંસ્થામાં જાણ કરવામાં આવી હતી. આ સમાચાર સાંભળી ને તેના સહકર્મચારી કોઈ જ એવી ખાસ પ્રતિક્રિયા આપતા નથી. તે લોકો ઠીક છે બસ આટલું જ કહે છે. તે યુવતી નું મૃત્યુ બાબતે કોઈ જ દુઃખ પ્રકટ કરતા નથી એવા માં તે લોકો પણ શંકા ના દાયરામાં જોવા મળે છે.
યુવતી ના મૃત્યુ સમયે તેની પાસે તેના ભાઈ નો ફોન હતો તે ફોન માંથી ઓડિયો કલીપ મળી આવી છે જેમાં યુવતી ને નોકરી માટે કોલ આવીયો હતો જેમાં વાત પર થી એવું કશું લાગતું ન હતું પણ એ જ દિવસે યુવતી એ શા માટે આત્મહત્યા કરી તે દિશામાં તપાસ નો ધમધમાટ શરુ થઈ રહ્યો છે. ઘટના ના 6 મહિના વીત્યા બાદ પણ પોલીસ કોઈ એવા સ્પષ્ટ નિર્ણય પર પહોંચી શકી નથી. હવે જોવાનું રહ્યું કે ફોન માંથી મળેલી કોલ રેકોર્ડિંગ પોલીસ ને કઈ દિશા માં લઇ જાય છે. યુવતી ના માતા દ્વારા કહેવામાં આવે છે કે તપાસ માં ઢીલ મુકાય રહી છે.