સુરત- ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ. 5મી ના રોજ સજા ની સુનાવણી. કેસ માં જજે એવું તે શું કહ્યું કે ……..
પ્રેમ પ્રકરણ મા હત્યા થઈ જાય એવા કિસ્સાઓ ઘણા સામે આવતા હોય છે. તેવો જ એક કેસ ગુજરાત નો ગ્રીષ્મા વેકરીયા કેસ ગુજરાત માં ખુબ જ ચર્ચા નો કેસ હતો. આરોપી ફેનિલ ગોયાણી એ એકતરફી પ્રેમ માં ગ્રીષ્મા નું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. ગ્રીષ્મા ને ન્યાય મળે તે માટે હજુ પણ કોર્ટ માં દલીલો શરુ છે.
12 ફેબ્રુઆરી ના રોજ સુરતના પાસોદરામાં ગ્રીષ્મા નું ગળું કાપીને ફેનિલે જાહેર માં હત્યા કરી નાખી હતી. બાદ તેને પોતાના હાથ ની નાસ કાપી અને ઝેરી દવા પીય ગયો હતો. જે બાબતે ફેનિલ ને પકડીને પોલીસે રિમાન્ડ મંજુર કરીને તપાસ કરી હતી. જે કેસ માં 5મી ના રોજ આરોપી ફેનિલ ને કોર્ટ દ્વારા સજા સાંભળવામાં આવવાની છે. જે દરમિયાન બનેં પક્ષો ના વકીલો દ્વારા પોતાનો પક્ષ રજુ કરવામાં આવ્યો હતો.
22મી ના રોજ આ કેસ માં કોર્ટ ની કાર્યવાહી ચાલી હતી. જેમાં બન્ને પક્ષો એ દલીલો રજુ કરી હતી. આ દિવસે બન્ને પક્ષો ના વકીલો, ગ્રીષ્મા ના પરિવારજનો, હાજર રહ્યા હતા. બાદ માં જજે શ્લોક વાંચ્યો અને ઓર્ડર વાંચવાનો શરુ કર્યો જેમાં જજે કહ્યું કે આ કેસ માં દંડ દેવો સરળ નથી. જજે કહ્યું કે હત્યા સમયે ગ્રીષ્મ નિઃસહાય હતી, તેના ગળા પર ચપ્પુ રાખેલું હતું, ફેનિલે ગળા ની નસ કાપી તો લોહી ના ફૂવ્વારા થયા ગ્રીષ્મા ફેનિલ ના પગ માં પડી છતાં પણ તેને દયા નોતી. અને છતા આરોપીના મને કોઈ ડર નો ભાવ ન હતો. ગ્રીષ્મા ના પરિવાર પ્રત્યે સવેંદના દાખવી તેની અંતિમ યાત્રા માં ખુબ લોકો હાજર રહ્યા હતા.
સરકારી વકીલે દલીલો કરીકે આરોપીને વધુ ને વધુ સજા થવી જોઈ એ કારણ કે વીડિયો માં સ્પષ્ટ જોઈ શકાય છે કે આરોપી ફેનીલ કેટલો નિર્દય થઇ હત્યા કરી નાખે છે. તે એક ગુનાહિત મન ધરાવતો છે તેને આ બધું આયોજન પૂર્વક કરયુ હતું. બનાવ પહેલા ગ્રીષ્મા ની ફ્રેન્ડ સાથે પણ વાત કરી હતી અને તે કંઈક મોટું કરવાનો છે તેમ તેને જણાવ્યું હતું. આરોપી ફેનિલ ગ્રીષ્મા ના પરિવાર જનો ને પણ ધમકાવતો અને તેની હત્યા ના પણ પ્રયાસો કરેલા છે.
બાદ માં બચાઉં પક્ષે પોતાની વાત રજુ કરી હતી અને કહ્યું કે, આરોપી ને તેના કરેલા કૃત્ય નો અફસોસ છે પણ તે અફસોસ કોની પાસે કરે? અને કહે છે કે ફેનિલે તેની પણ નસો કાપી નાખી હતી તો શું તેને આ વાત નું કોઈ દુઃખ ન હોય? જો ફેનિલ ને સજા મળી જાય તો શું સમાજ ની દરેક સ્ત્રી સુરક્ષિત થઇ જશો? તે કહે છે કે આ માત્ર પોલિટિક્સ કમ્પઝેશન છે. આ કોઈ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ નથી. હું બે હાથ જોડીને કહું છું કે ઓછામાં ઓછી સજા કરો. આ કંઈ બહાર આવીને ખૂંખાર આરોપી બની જવાનો નથી. આરોપી ફેનિલ નો જે વિડીયો હતો તેને ખાસ મહત્વ નો ભાગ ભજવ્યો છે. આ કેસ માં સત્ર ન્યાયાધીશ વિમલ કે.વ્યાસ છે. હવે જોવાનું રહ્યું કે ફેનિલ ને કેટલી સજા મળે છે.