રોડ અકસ્માત માં એક જ પરિવાર ના 7 સભ્યો ના મોત. પરિવાર દુઃખ ના દરિયામાં ગરકાવ. જાણો ક્યાં બની ઘટના?
અવારનવાર રોડ અકસ્માત ના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. જેમાં નિર્દોષ વ્યકિઓ મૃત્યુ પામતા હોય છે. ઘટના માં ક્યારેક તો એકસાથે આખો પરિવાર અકસ્માત માં મૃત્યુ પામતો હોય છે. જેથી પારિવર ના માથે આભ ફાટે તેવી મહામુસીબતો આવી પડે છે. એવી જ એક ઘટના અકસ્માત ની સામે આવી છે . આ ઘટના માં એક જ પરિવાર ના એક સાથે 7 સભ્યો ના મૃત્યુ થયા છે. મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર શનિવારે વહેલી સવારે એક અકસ્માત ની ઘટના સામે આવી છે.
મૃતકોમાં વૃદ્ધ દંપતી, તેમનાં બે દીકરા-વહુઓ અને 6 વર્ષનો પૌત્ર સામેલ છે. વૃદ્ધ દંપતીનો એક દીકરો અને 3 વર્ષના પૌત્રની હાલત ગંભીર છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આખો પરિવાર નોઈડા માં રહે છે અને પરિવાર લગ્નમાં હરદોઈ ગયા હતા. જે દરમિયાન વહેલી સવારે કાર ચલાવનાર ને ઝોકું આવી જતા કાર નું એકસીડેંટ થયું હોય તેવું પોલીસ ને લાગી રહ્યું છે.
પોલીસ ના કહેવા પ્રમાણે વહેલી સવાર ની આ ઘટના છે જેમાં આ કાર ફુલ ઝડપે આવી હોય અને આગળ ઉભેલા કોઈ વાહન સાથે કાર અથડાય હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જયારે પોલીસ પહોંચી ત્યાં ઘટના સ્થળે અન્ય કોઈ વાહન હાજર ન હતું. અકસ્માત માં કાર ના આગળ નો ભાગ નો કુરચો નીકળી ગયો હતો. અકસ્માત માં ઘાયલ અને મૃત્યુ પામેલા ને બહાર કાઢવામાં પણ મુશ્કેલી આવી હતી.
કાર નંબર UP 16 DB 9872 છે. મૃતકોમાં મૃતકોમાં 3 મહિલા, 3 પુરુષ અને 1 બાળક છે. પોલીસે તમામ ઘાયલ તમામ લોકો ને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમાંથી 7 લોકો ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આખી ઘટના બાબતે મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેદ્ર મોદી એ દુઃખ બ્યાક્ત કર્યું હતું. પરિવાર ને જાણ થતા પરિવાર દુઃખ ના દરિયામાં ગરકાવ થયો હતો.