અજમેરના આનાસાગર તળાવ માંથી 1-કરોડ રૂપિયા ની 2000 ની નોટો ના બંડલો મળી આવતા હડકમ્પ. નોટો અસલી કે નકલી? જાણો પોલીસ નું શું કેવું છે?
ભારત ક્યારેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે બધા લોકો વિચાર માં પડી જતા હોય છે. નોટબંધી ને કારણે પહેલા કરોડો ની સંખ્યામાં જૂની ચલણી નોટો પોલીસ ના હાથે અવારનવાર આવતી હતી. ભારત માં ઘણી જગ્યા એ થી નકલી નોટો મળી આવતી હોય છે. અને તેની કિંમત પણ કરોડો રૂપિયા માં હોય છે. હાલમાં જે નોટો મળી આવી તેની કિંમત જાણી ને તમે પણ ચોંકી જશો.
અજમેરમાં શુક્રવારે પુષ્કર રોડ સ્થિત સેન્ચુરી પબ્લિક સ્કૂલ પાસેની ઘટના છે. જેમાં આનાસાગર તળાવમાંથી 2 હજારની નોટનાં બંડલ તરતાં જોવા મળ્યાં છે. ઘટના ની જાણ પોલીસ ને થતા પોલિસ દોડી આવી હતી અને તમામ નોટો તળાવ માંથી બહાર કાઢી કબ્જે લીધી હતી. કુલ 1.08 કરોડનાં ના બંડલો મળી આવિયા છે.
પોલીસ ને શંકા છે કે આ તમામ નોટો નકલી છે તેમાં તમામ નોટો પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા લખેલું છે. પોલીસ અધિકારી ASI બલદેવ સિંહે જણાવ્યું હતું કે આનાસાગર તળાવમાં 3 થેલીમાં 2 હજારની નોટ હોવાની માહિતી મળી હતી જે ને તળાવ માંથી બહાર કાઢવામાં આવી હતી. તમામ નોટો ભિની થયેલી છે એટલે સ્પષ્ટ થતું નથી અસલી છે કે નકલી.
પોલીસે જણાવ્યું કે આ બાબતે આર-બી-આય ની માહિતી લેવામાં આવશો તથા અન્ય બેંકો ને પણ પૂછવામાં આવશો અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશો. આ અગાઉ પણ ઝાયરીનના તળાવ માંથી નોટો ના બંડાલો મળી આવિયા હતા. આમ વારંવાર નકલી કે અસલી નોટો ના બંડાલો મળી આવતી ઘટના સામે આવતી જ રહે છે.