સાધુ સમાજ ની આ દીકરી ને ધન્ય છે, દીકરી એ અંગદાન કરી ને સાત લોકો ની આપી નવી ઝીંદગી, મોરારી બાપુ એ પ્રશંશા કરતા કહ્યું કે,,,,
આપડા ભારત માં અને ગુજરાત માં દાન કરવાનું ખાસ મહત્વ છે. લોકો સેવા ના કાર્યો માં ખુબ જ આગળ પડતા હોય છે. સેવા થકી પોતાનું જીવન સાર્થક કરે છે. અને સામે વાળી વ્યક્તિઓ ને સેવા કર્યા નું પુણ્ય મળે છે. કેટલાક લોકો તો મર્યા પછી પણ બીજા લોકો ને માટે કામ આવે છે એટલે કે મર્યા પછી પોતાના અંગો નું દાન કરતા હોય છે.
તાજેતર માં આવી જ એક ઘટના સામે આવી છે. ગુજરાત ના મહાન કથાકાર એવા પૂજ્ય મોરારીબાપુ એ હાલમાં નાની પાણીયાળી ગામે એક પ્રોગ્રામ માં હાજરી આપી હતી. અંગદાન મહાદાન સમિતિ અને સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા અંગદાન ની લોકજાગૃતિ ના ભાગ રૂપે નાની પાણીયાળી ગામે મોરારી બાપુ એ આ અભિયાન વિશે લોકો ને માહિતી આપી હતી.
આ પ્રસંગે મોરારી બાપુ એ વિષ્ણુ મંડપ, ગગન મંડપ, યજ્ઞ મંડપ ની વાત કરી હતી. આ અંગે મોરારી બાપુ એ વાત કરી કે, પાલડી ગામના સાધુ સમાજ ના મહેશભાઈ દુધરેજીયા તે સુરત માં વ્યવસાય કરે છે. તેની 15 વર્ષ ની પુત્રી નું સાયકલ પર થી સ્લીપ થઇ જતા તેને બ્રેઈનડેડ થયું હતું. અને આ સમયે અંગદાન સમિતિ દ્વારા મહેશભાઈ ને અંગદાન નું મહત્વ સમજાવ્યું હતું. અને મહેશભાઈ એ તેની વ્હાલી પુત્રી ખુશી ના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો.
મહેશભાઈ ના આ સેવાકીય કામ થી સાત વ્યક્તિઓ ને નવું જીવન મળ્યું છે. અને સાધુ સમાજ માં એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મહેશભાઈ અને પરિવાર ના સભ્યો એ પોતાની દીકરી ને યાદ કરીને આ એક સુંદર કામ કર્યું હતું. મોરારી બાપુ એ પણ આ પરિવાર ના કાર્ય ને બિરદાવ્યું હતું.